Sports

મેદાનમાં ઝઘડો ભારે પડ્યો, ICC એ જયસ્વાલ અને શ્રીલંકન ખેલાડીને ફટકાર્યો મોટો દંડ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
કોલંબોમાં ભારત-શ્રીલંકા બીજી ટેસ્ટના પ્રથમ દિવસે મોટો વિવાદ થયો હતો. ભારતના યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના અસિથા ફર્નાન્ડો વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી અને શારીરિક સંપર્ક થયો હતો. 17મી ઓવરમાં જયસ્વાલ આઉટ થયા બાદ આ ઘટના બની હતી. ICCએ આચારસંહિતા ભંગ બદલ બંને ખેલાડીઓ પર મેચ ફીના 25% દંડ અને 1 ડિમેરિટ પોઈન્ટ ફટકાર્યો છે. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેદાનમાં ઝઘડો ભારે પડ્યો, ICC એ જયસ્વાલ અને શ્રીલંકન ખેલાડીને ફટકાર્યો મોટો દંડ

Ind vs Sri Controversy : કોલંબો ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે મેદાન પર જ ગંભીર વિવાદ સામે આવ્યો હતો. ભારતીય ટીમના યુવા ઓપનર બેટર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના તેજ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે મેદાનની અંદર જ ઉગ્ર બોલાચાલી અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

17મી ઓવરમાં બંને ખેલાડીઓ સામસામે આવ્યા

આ સમગ્ર ઘટના ભારતીય ઇનિંગ્સની 17મી ઓવરમાં બની હતી, જ્યારે અસિથા ફર્નાન્ડોએ યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. આઉટ થયા બાZદ પવેલિયન તરફ પરત ફરી રહેલા જયસ્વાલે ફર્નાન્ડો તરફ જઈને કંઈક કહ્યું હતું. તેના જવાબમાં આક્રમકતા બતાવતા ફર્નાન્ડોએ પોતાનું માથું જયસ્વાલ તરફ આગળ કર્યું હતું, અને સામે જયસ્વાલે પણ પાછળ હટ્યા વિના માથું આગળ ધર્યું હતું. આ દરમિયાન બંનેના માથા એકબીજા સાથે અથડાયા હતા, જે ક્રિકેટના આચારસંહિતા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.

આચારસંહિતા ભંગ બદલ દંડ

રમતના નિયમો અને રમતભાવના વિરૂદ્ધ આ વર્તનને ગંભીરતાથી લેતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાત્કાલિક એક્શન લીધા છે. ICC એ બંને ખેલાડીઓને આચારસંહિતાના અનુચ્છેદ 2.12 ના ભંગ બદલ દોષી ઠેરવ્યા છે. આ નિયમ મેચ દરમિયાન અન્ય ખેલાડી, અમ્પાયર કે રેફરી સાથે અયોગ્ય શારીરિક સંપર્ક (Anappropriate Physical Contact) કરવાથી સંબંધિત છે. પરિણામે બંને ખેલાડીઓ પર મેચ ફીના 25 ટકાનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

ડિમેરિટ પોઇન્ટ અને ભૂલનો સ્વીકાર

દંડની સાથે સાથે જયસ્વાલ અને અસિથા બંનેના ખાતામાં એક-એક ડિમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો છે. વિતેલા 24 મહિના દરમિયાન બંને ખેલાડીઓનો આ પ્રથમ ગુનો છે. મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓએ પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો હતો અને એમિરેટ્સ ICC એલીટ પેનલના મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને સ્વીકારી લીધી હતી. આ કારણે આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.