Sports

દમદાર પ્રદર્શન છતાં ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યાએ ચાન્સ ન મળતાં મોહમ્મદ શમીએ મૌન તોડ્યું

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બોલર મોહમ્મદ શમીને શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યો નથી. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શમીને તક મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ પસંદગીકારોએ જમ્મુ-કાશ્મીરના યુવા બોલર આકિબ નબીને પસંદ કર્યો. આ મુદ્દે શમીએ કહ્યું કે, "મારું કામ પ્રયાસ કરવાનું છે, પસંદગી કરવી તે સિલેક્ટર્સનો નિર્ણય છે." આકિબ નબી જમ્મુ-કાશ્મીરનો 3જો ખેલાડી છે જેને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમદાર પ્રદર્શન છતાં ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યાએ ચાન્સ ન મળતાં મોહમ્મદ શમીએ મૌન તોડ્યું

Mohammed Shami Speaks On Selection: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ટોચના ઝડપી બોલર મોહમ્મદ શમીને લઈને એક મોટો અપડેટ સામે આવ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે ઉગરી ન શકવાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાંથી બહાર થઈ શકે છે. બુમરાહ ગેરહાજર હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં પુનઃ સ્થાન મળશે, પરંતુ પસંદગીકારોએ શમીના સ્થાને જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

આકિબ નબી ભારતીય સીનિયર ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ખેલાડી બનશે. આ પહેલાં પરવેઝ રસૂલ અને ઉમરાન મલિકને ભારતીય સીમિત ઓવરોની ટીમમાં તક મળી ચૂકી છે. આકિબની સરપ્રાઈઝ એન્ટ્રી બાદ હવે શમી માટે ભારતીય ટીમમાં વાપસીના દ્વાર લગભગ બંધ થતાં દેખાઈ રહ્યા છે.

ટીમમાં પસંદગી ન થવા અંગે મોહમ્મદ શમીનું નિવેદન

શ્રીલંકા પ્રવાસ માટે પસંદગીકારો દ્વારા અણદેખા કરાયા બાદ મોહમ્મદ શમીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની વાપસી અને ટીમ સિલેક્શન અંગે પ્રતિક્રિયા આપી હતી. શમીએ જણાવ્યું હતું કે,

"હું હજુ પણ સતત સખત મહેનત કરી રહ્યો છું અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે. હું આગામી વર્લ્ડ કપની તૈયારીઓ પણ કરી રહ્યો છું અને ટીમમાં સ્થાન મેળવવા માંગુ છું, જેના માટે હું નેટ્સમાં કઠિન પ્રેક્ટિસ કરી રહ્યો છું. મેં પહેલાં પણ કહ્યું છે કે મારું કામ પ્રયાસ કરવાનું છે, ટીમમાં પસંદગી કરવી કે ન કરવી તે સિલેક્ટર્સનો નિર્ણય છે."

ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં વાપસી મુશ્કેલ

36 વર્ષના થઈ રહેલા મોહમ્મદ શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડા અને વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે:

  • T20Iમાં છેલ્લી મેચ: મોહમ્મદ શમીએ છેલ્લે 2025માં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
  • ટેસ્ટ ક્રિકેટ: વર્ષ 2023 પછી શમી ભારત માટે એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી.
  • ODI મેચ: ભારત માટે તેની છેલ્લી વનડે મેચ ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે હતી.

શરૂઆતમાં ફિટનેસની સમસ્યાઓના કારણે શમી ટીમમાંથી બહાર થયો હતો. જોકે છેલ્લા એક વર્ષમાં ઘરેલુ ક્રિકેટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા છતાં રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસી શક્ય બની નથી. જસપ્રીત બુમરાહના સ્થાને યુવા બોલર આકિબ નબી પર પસંદગીનો કળશ ઢોળવો એ BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર તરફથી શમીને ભવિષ્યની યોજનાઓ અંગેનો એક સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.