મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lionel Messi Retirement : આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. મેસીએ લખ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે. તેમણે જણાવ્યું કે વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે મળેલી હારના 2 દિવસ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય તેમના માટે અત્યંત મુશ્કેલ અને દર્દનાક રહ્યો છે.
એક સુવર્ણ યુગનો અંત અને ઐતિહાસિક સફર
ફૂટબોલ જગતના એક સુવર્ણ યુગનો અંત આવી ગયો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસી (Lionel Messi) એ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આર્જેન્ટિનાની જર્સીમાં 2 દાયકાથી વધુ સમય સુધી મેદાન પર પોતાનો જાદુ વિખેરનારા તેઓ હવે નેશનલ ટીમ માટે રમતા જોવા મળશે નહીં. તેમની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022 નો ખિતાબ જીત્યો હતો. 2026 માં પણ ટીમ તેમની કેપ્ટન્સીમાં ફાઇનલ રમી હતી, પરંતુ સ્પેન સામે હાર થતાં સતત બીજો ખિતાબ જીતવાનું ચૂકી ગઈ હતી.
ભાવુક વિદાય સંદેશ અને નિવૃત્તિનું કારણ
મેસીએ ભાવુક વિદાસ મેસેજમાં લખ્યું કે 'હવે હું રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરું. વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે મળેલી હારના 2 દિવસ બાદ મેં આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય મારા માટે અત્યંત મુશ્કેલ અને દર્દનાક છે.' તેમણે જણાવ્યું કે, આ નિર્ણય લેવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેમણે લખ્યું કે તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે અને હવે તેમને લાગે છે કે આગળ આપવા માટે તેમની પાસે કંઈ બચ્યું નથી. આ નિર્ણય તેમના દિલને ઊંડી ચોટ પહોંચાડનારો હતો, પરંતુ તેમને લાગ્યું કે હવે આ જ યોગ્ય સમય છે. અહેવાલ અનુસાર, તેમણે પોતાના મનની વાત સૌથી પહેલા 21 જુલાઈના રોજ લખી હતી, પરંતુ ત્યારબાદ પરિવારમાં બનેલી કેટલીક ઘટનાઓએ તેમને આ નિર્ણય અંગે સંપૂર્ણ રીતે મક્કમ બનાવી દીધા હતા.
ઉતાર-ચઢાવથી ભરેલી અને ગૌરવશાળી કારકિર્દી
આર્જેન્ટિના માટે તેમની સફર ઉતાર-ચઢાવથી ભરેલી અને ઐતિહાસિક રહી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે દેશને અનેક યાદગાર જીત અપાવી અને વિશ્વ ફૂટબોલમાં દેશની ઓળખને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે મોટી ટુર્નામેન્ટોમાં મળેલી હાર બાદ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર સવાલો ઊભા થયા હતા. જોકે, તેમણે જોરદાર વાપસી કરી અને પોતાની ટીમને તે ઊંચાઈઓ પર પહોંચાડી, જેની રાહ દેશના કરોડો ચાહકો વર્ષોથી જોઈ રહ્યા હતા.




