Sports

રણજી મેચમાં ઈજાગ્રસ્ત થયો ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, છોડવું પડ્યું મેદાન: IPL ઓક્શનમાં મળ્યા હતા 23 કરોડ રૂપિયા

By GS Team
23 Jan 20252 mins read
This article was originally published on 23 Jan 2025
TukuTouch Logo
રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ સહિત દિગ્ગજ ખેલાડીઓ હાલ રણજી ટ્રોફીમાં વ્યસ્ત છે. આ ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થતાં કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલીઓ વધી છે. બેટિંગ દરમિયાન પગમાં મચકોડ આવી જતાં અય્યર ઈજાગ્રસ્ત થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રણજી મેચમાં ઈજાગ્રસ્ત થયો ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, છોડવું પડ્યું મેદાન: IPL ઓક્શનમાં મળ્યા હતા 23 કરોડ રૂપિયા

Image: Twitter



Venkatesh Iyer Injured In Ranji Trophy: રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ સહિત દિગ્ગજ ખેલાડીઓ હાલ રણજી ટ્રોફીમાં વ્યસ્ત છે. આ ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થતાં કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલીઓ વધી છે. બેટિંગ દરમિયાન પગમાં મચકોડ આવી જતાં અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. 

રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ તરફથી કેરળ વિરુદ્ધ મેચ રમતી વખતે અય્યરના પગમાં મચકોડ આવી ગઈ હતી. મેદાનમાં ફિઝિયો ટ્રીટમેન્ટ મળી હોવા છતાં દુખાવો વધતાં મેદાન છોડી બહાર જવું પડ્યું હતું. અય્યર ત્રણ બોલમાં માત્ર બે જ રન બનાવી શક્યો હતો. બાદમાં ઈજા થતાં તે ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો હતો. 

આ પણ વાંચોઃ 'મારી ભવિષ્યવાણી ખોટી..' ઈંગ્લેન્ડનો પહેલી T20માં કારમો પરાજય થતાં 'દિગ્ગજ'ના બદલાયા સૂર

આઇપીએલના સૌથી મોંઘા ખેલાડીઓ પૈકી એક

વેંકટેશ અય્યર આઇપીએલનો સૌથી મોંઘા ખેલાડીઓ પૈકી એક છે. કોલકાતા નાઇટ રાઇડર્સે તેને 21 માર્ચથી શરુ થનારી આઇપીએલ સીઝન માટે રૂ. 23.75 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, અય્યરને ઈજા થતાં તે આઇપીએલ સીઝનમાં રમી શકશે કે નહીં, તે મુદ્દે ચિંતા વધી છે. 

કેરળની આક્રમક બોલિંગ

રણજી ટ્રોફીમાં કેરળે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે મધ્યપ્રદેશના બેટર્સને રન માટે હંફાવ્યા હતા. મધ્યપ્રદેશે 49 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેરળના એમ નિધેશે મધ્યપ્રદેશના ઓપનર હર્ષ ગવલીને સાત રન પર અને હિમાંશુ મંત્રીને 15 રન પર આઉટ કર્યા હતા. રજત પાટીદારને ખાતું પણ ખોલવા દીધું ન હતું, ત્યારબાદ સારાંશ જૈનને 8 રન પર પેવેલિયન મોકલ્યો હતો. આ સિવાય સરવટેએ આર્યન પાંડે અને કુમાર કાર્તિકેય સિંહની વિકેટ લીધી હતી.