'મોંઘવારી વધી પણ હીરા ઘસવાના ભાવ એના એજ', રાજુલાના રત્નકલાકારોએ પ્રાંત કલેક્ટરને આવેદન આપી રોષ વ્યક્ત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajula Diamond Workers Wage Hike Demand: અમરેલીના રાજુલામાં હીરા ઘસતા રત્નકલાકારોમાં મજૂરીના ભાવ વધારા મુદ્દે ભારે રોષ વ્યાપી ગયો છે. રત્નકલાકારોનું કહેવું છે કે, લાંબા સમયથી જૂના ભાવમાં જ હીરા ઘસાવવામાં આવતા હોવાથી વર્તમાન મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જેને લઈને આક્રમક બનેલા રત્નકલાકારો દ્વારા હીરાના કામમાં તાત્કાલિક અસરથી ભાવવધારો કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠાવવામાં આવી છે. આ પડતર પ્રશ્ને રત્નકલાકારોએ એકઠા થઈને રાજુલા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
રાજુલાના રત્નકલાકારોએ પ્રાંત કલેક્ટરને આવેદન આપી રોષ વ્યક્ત કર્યો
મોટી સંખ્યામાં રત્નકલાકારો એકત્રિત થઈ રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. આવેદનપત્ર મારફતે રત્નકલાકારોએ હીરા ઘસવાની મજૂરીના દરમાં વાજબી વધારો કરાવવાની માગ કરી છે. રત્નકલાકારોની આ ન્યાયિક લડતમાં સ્થાનિક કોંગ્રેસ પણ સમર્થનમાં જોડાઈ છે અને કારીગરોની માંગણીઓને સમર્થન આપ્યું છે.
રાજુલા તાલુકા પંચાયત સદસ્ય વિજય કળસરીયાએ જણાવ્યું કે, રત્નકલાકારોને યોગ્ય વળતર મળે અને તેઓની જે ભાવ વધારાની આવશ્યક માંગણીઓ સરકાર પૂર્ણ કરે.




