Sports

IPL 2026 : કોલકાતાનો ગુજરાત સામે વિજય, એલન-રઘુવંશીની તોફાની બેટિંગ, ગીલ-બટલરની મહેનત એળે ગઈ

By GS Team
16 May 20263 mins read
TukuTouch Logo
આઈપીએલ-2026માં આજે (16 મે) રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ગુજરાત ટાઈટન્સ (GT)ને 29 રનથી હરાવીને જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. આજની મેચમાં કુલ 6 બેટરોએ ફિફ્ટી ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 : કોલકાતાનો ગુજરાત સામે વિજય, એલન-રઘુવંશીની તોફાની બેટિંગ, ગીલ-બટલરની મહેનત એળે ગઈ

IPL-2026, Kolkata Knight Riders vs Gujarat Titans : આઈપીએલ-2026માં આજે (16 મે) રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ગુજરાત ટાઈટન્સ (GT)ને 29 રનથી હરાવીને જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. આજની મેચમાં કુલ 6 બેટરોએ ફિફ્ટી ફટકારી છે.

ફિન એલનને બીજી વખત 10 સિક્સ ફટકારી વૈભવ-અભિષેકના રેકોર્ડની બરાબરી કરી

કેકેઆરના ઓપનિંગ બેટ્સમેન ફિન એલને માત્ર 35 બોલમાં 10 સિક્સ અને 4 ફોર ફટકારી 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. એલન પાસે આ સીઝનની બીજી સદી ફટકારવાની તક હતી, પરંતુ તે સ્પિનર આર. સાઈ કિશોરના બોલ પર મોટો શોટ રમવા જતાં લોંગ ઓન પર રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. આ ઈનિંગ સાથે જ ફિન એલને આઈપીએલમાં બીજી વખત એક ઈનિંગમાં 10 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા તેણે દિલ્હી કેપિટલ્સ સામે અણનમ 100 રન (10 સિક્સર) બનાવ્યા હતા. આ પરાક્રમ સાથે તે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની બરાબરી કરીને આઈપીએલ ઈનિંગમાં સૌથી વધુ વખત 10 કે તેથી વધુ સિક્સર ફટકારનારા બેટરોની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગયો છે.

આ પણ વાંચો : IPLના વિસ્ફોટક ઓપનર્સ હવે શ્રીલંકામાં ગજવશે મેદાન, તિલક વર્મા કેપ્ટન: ઈન્ડિયા-A ટીમની જાહેરાત

રઘુવંશી અને કેમરૂન ગ્રીનની ધમાકેદાર બેટિંગ

કેપ્ટન અજિંક્ય રહાણે સસ્તામાં આઉટ થયા બાદ અંગકૃષ રઘુવંશીએ 44 બોલમાં 4 ફોર અને 7 સિક્સરની મદદથી અણનમ 82 રન ફટકાર્યા હતા. જ્યારે કેમરૂન ગ્રીને માત્ર 28 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 52 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ (4 ઓવરમાં 50 રન આપી) અને સાઈ કિશોર (3 ઓવરમાં 38 રન આપી) ને 1-1 વિકેટ મળી હતી, જ્યારે કાર્તિક ત્યાગી 4 ઓવરમાં 59 રન આપીને સૌથી મોંઘો સાબિત થયો હતો.

શુભમન ગિલ અને જોસ બટલરની લડત એળે ગઈ

248 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર સાઈ સુધર્સને 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે શાનદાર કેપ્ટન ઈનિંગ રમતા 49 બોલમાં 5 ફોર અને 7 સિક્સરની મદદથી 85 રન ફટકાર્યા હતા. જોસ બટલરે પણ 35 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 57 રનની ઈનિંગ રમી હતી. જોકે નિશાંત સિંધુ (1 રન) અને રાહુલ તેવાતિયા (2 રન) સસ્તામાં આઉટ થતાં ગુજરાત જીતથી 29 રન દૂર રહી ગયું હતું. કેકેઆર તરફથી સુનિલ નારાયણે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે સૌરભ દુબે અને કેમરૂન ગ્રીનને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમદાવાદ આવશે PCB ચીફ મોહસીન નકવી? હાઈપ્રોફાઈલ બેઠક યોજશે ICC