રાશિ ભવિષ્ય 24 સપ્ટેમ્બર: 4 રાશિઓ માટે અણધાર્યા ધનલાભના યોગ, જાણો કઈ રાશિએ રહેવું પડશે સાવધાન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત, નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર રહે.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. તબીયતની કાળજી રાખવી પડે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
વૃશ્ચિક : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન સાવધાની રાખવી પડે.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.
મકર : આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક જણાય. સામાજીક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.
મીન: રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવું.
- અગ્નિદત્ત પદમનાભ




