Entertainment

બાસ્ટ.. ઓફ બોલીવૂડની સિઝન ટુનું શૂટિંગ માર્ચથી શરૂ થશે

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
આર્યન ખાનની વેબ સિરીઝ 'બાસ્ટ...ઓફ ધ બોલીવૂડ'ની બીજી સિઝનનું શૂટિંગ માર્ચ 2027થી મુંબઈમાં શરૂ થશે. મુખ્ય પાત્રો આસમાનસિંહ (લક્ષ્ય), કરિશ્મા તલવાર (સેહર બબ્બા) અને અજય તલવાર (બોબી તલવાર) જાળવી રખાશે. આ સિરીઝ બોલીવૂડમાં હીરો બનવા નીકળેલા આસમાનસિંહની વાર્તા રજૂ કરે છે. સહ-લેખક બિલાલ સિદ્દિકીએ અગાઉ બીજી સિઝનનો સંકેત આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

બાસ્ટ.. ઓફ બોલીવૂડની સિઝન ટુનું શૂટિંગ માર્ચથી શરૂ થશે
  • અગાઉ સહ લેખક બિલાલ સિદ્દિકિએ સંકેત આપ્યો હતો
  • બીજી સિઝનમાં મહત્વના પાત્રો આસમાનસિંહ, કરિશ્મા તલવાર અને અજય તલવારનું પુનરાગમન

મુંબઇ : આર્યન ખાન લિખિત-દિગ્દર્શિત ૨૦૨૫માં આવેલી વેબ સિરિઝ બાસ્ટ…ઓફ ધ બોલીવૂડની સિઝન ટુનું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અનુસાર બીજી સિઝનમાં મુખ્ય પાત્રો આસમાનસિંહ તરીકે લક્ષ્ય, કરિશ્મા તલવાર તરીકે સેહર બબ્બા અને અજય તલવાર તરીકે બોબી તલવારને જાળવી રાખવામાં આવશે. બોલીવૂડમાં આસમાનસિંહ હીરો તરીકે તકદીર અજમાવવા નીકળે છે ત્યારે તેની સાથે બનતી ઘટનાઓનું વક્ર બયાન આ સિરિઝમાં કરવામાં આવ્યું હતું.
એક મહિના અગાઉ સિરિઝના સહલેખક બિલાલ સિદ્દિકીએ સિઝન ટુ આવી રહી હોવાનો સંકેત આપ્યો હતો પણ એ સમયે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નહોતી.
બિલાલે જણાવ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ સાથે સિઝન ટુ મામલે વાતચીત થઇ રહી છે. હવે સૂત્રોએ તેનું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થવાનું જણાવ્યું છે.