IPLના વિસ્ફોટક ઓપનર્સ હવે શ્રીલંકામાં ગજવશે મેદાન, તિલક વર્મા કેપ્ટન: ઈન્ડિયા-A ટીમની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India A Cricket Squad : ભારત આગામી મહિનાઓમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે, ત્યારે BCCIએ વિસ્ફોટ બેટર વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્યા, તિલક વર્મા સહિત 15 ઘાતક ખેલાડીઓની ટીમ તૈયાર કરી લીધી છે. વાસ્તવમાં બીસીસીઆઈએ શ્રીલંકામાં યોજાનાર વન-ડે સીરિઝ માટે ભારતીય-એ ટીમની જાહેરાત કરી છે.

શ્રીલંકા સામેની મેચમાં તિલક વર્મા કેપ્ટન
BCCIની જાહેરાત મુજબ, શ્રીલંકા સામેની મેચમાં તિલક વર્માને કેપ્ટન અને રિયાન પરાગને વાઈસ-કેપ્ટન બનાવાયો છે. IPL-2026માં વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યા વિસ્ફોટક બેટિંગ કરીને ચાહકોની દીલ જીતી રહ્યા છે, ત્યારે હવે શ્રીલંકા સામેની મેચમાં પણ આ બંને ખેલાડીઓ ધૂમ મચાવતા જોવા મળવાના છે. વૈભવ-પ્રિયાંસ ઉપરાંત એવા ઘાતક ખેલાડીઓને ભારતીય-એ ટીમમાં સામેલ કર્યા છે, જેઓ બેટથી સિક્સ-ફોરનો વરસાદ કરીને બોલરોની કફોડી હાલત કરી નાખશે.

ઓપનિંગમાં આવશે વૈભવ-પ્રિયાંશ, બોલરોની ખેર નહીં!
આઈપીએલ 2026માં વૈભવ અને પ્રિયાંશ દમદાર બેટિંગ કરીને તબાહી મચાવી રહ્યા છે. સૌથી વધુ સ્ટ્રાઈક રેટના મામલામાં આ બંને ખેલાડીઓ એકબીજા સાથે જ સ્પર્ધા કરી રહ્યા છે. વિચારો કે, જ્યારે આ બંને સાથે ઓપનિંગ બેટિંગ કરવા ઉતરશે ત્યારે બોલરોની શું હાલત થશે. આઈપીએલ 2026માં વૈભવ 236.56ના સ્ટ્રાઈક રેટથી તો પ્રિયાંશનો 216.67 સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો છે.

નંબર-3 પર ઉતરશે તિલક વર્મા
જો શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ વૈભવ અને પ્રિયાંશની વિસ્ફોટક બેટિંગથી બચી જશે તો તિલક વર્મા તેઓને છોડશે નહીં. કારણ કે, કેપ્ટન તિલક નંબર-3 પર બેટિંગ કરવા ઉતરવાનો છે. આઈપીએલ 2026માં તિલકે શાનદાર સદી ફટકારી હતી. પંજાબ કિંગ્સ સામેની છેલ્લી
મેચમાં તેણે 33 બોલમાં 75 રન નોંધાવ્યા હતા. તિલક એટેકિંગ મોડમાં રમવા ઉપરાંત ઈનિંગને સંભાળી પણ શકે છે. જો શરૂઆતમાં 1-2 વિકેટ વહેલી પડી જાય, તો તે ધીમી ગતિએ ઈનિંગને આગળ વધારીને બાદમાં આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

મિડલ ઓર્ડરમાં કોને મળશે સ્થાન?
ઈન્ડિયા-એના બેટિંગ ક્રમમાં ચોથા સ્થાને વાઇસ કેપ્ટન રિયાન પરાગ આવી શકે છે. હાલમાં પરાગ ફોર્મ સારું નથી, પરંતુ તે મિડલ ઓવરોમાં લાંબી ભાગીદારી કરી શકે છે. આ ઉપરાંત પરાગ ઓફ-સ્પિન બોલર છે, તેથી ટીમને તેનાથી અનેક લાભ મળવાની શક્યતા છે. નંબર-5 પર આયુષ બદોની અને નંબર-6 પર વિકેટકીપર પ્રભસિમરન સિંહને તક મળી શકે છે.

બોલિંગમાં આ ખેલાડીઓ બતાવશે દમ
નંબર-7 પર નિશાંત સિંધુને તક મળી શકે છે, જે ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે. નીચલા ક્રમમાં બેટિંગ કરવાની સાથે તે ડાબા હાથે સ્પિન બોલિંગ પણ કરે છે. આઈપીએલ 2026માં સિંધુ ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો છે. નંબર-8 પર હર્ષ દુબે સ્પેશિયાલિસ્ટ સ્પિનરની જવાબદારી સંભાળશે. જ્યારે ફાસ્ટ બોલિંગમાં યશ ઠાકુર, અંશુલ કંબોજ અને અર્શદ ખાનને તક મળી શકે છે.

ભારત-એની સંભવિત પ્લેઇંગ XI
વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્યા, તિલક વર્મા (કેપ્ટન), રિયાન પરાગ, આયુષ બદોની, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નિશાંત સિંધુ, હર્ષ દુબે, યશ ઠાકુર, અંશુલ કંબોજ અને અર્શદ ખાન.
ODI ટ્રાય સિરીઝ માટે ઈન્ડિયા એની ટીમ
તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્યા, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઇસ કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અર્શદ ખાન.









