Sports

'10 વર્ષ થઈ ગયા પણ...' વૈભવ સૂર્યવંશીનું નામ લઈ વસીમ અકરમે પાકિસ્તાન ક્રિકેટને વખોડ્યું

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના વખાણ કરતા IPL અને PSLની સરખામણી કરી છે. અકરમે જણાવ્યું કે, 15 વર્ષીય વૈભવે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPLમાં સારું પ્રદર્શન કર્યા બાદ તેણે ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરીને સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો છે. તેમણે PSLની ટીકા કરતા કહ્યું કે, તે નવા બેટરો તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યું છે અને પાકિસ્તાને ક્લબ ક્રિકેટ ફરી શરૂ કરવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'10 વર્ષ થઈ ગયા પણ...' વૈભવ સૂર્યવંશીનું નામ લઈ વસીમ અકરમે પાકિસ્તાન ક્રિકેટને વખોડ્યું

Wasim Akram on Vaibhav Suryavanshi: પાકિસ્તાનના મહાન ખેલાડી વસીમ અકરમે ભારતીય બેટર વૈભવ સૂર્યવંશી અંગે વાત કરતા ઇન્ડિયન પ્રિમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગની સરખામણી કરી છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેમણે ક્રિકેટની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. સતત બે શાનદાર આઇપીએલ સિઝન બાદ તેમણે ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું છે અને સૌથી નાની ઉંમરના ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા ખેલાડી બની ગયા છે. અકરમે પાકિસ્તાનની સુપર લીગની ટીકા કરતા કહ્યું છે કે, તે આઇપીએલની જેમ નવા ખેલાડીઓને તૈયાર કરવામાં નાકામ રહ્યું છે.

યુટ્યુબર ફુરકાન ભટ્ટી સાથે એક ઇન્ટરવ્યૂમાં અકરમે કહ્યું હતું કે, ‘પીએસએલ શરૂ થયા તેને 10 વર્ષ વીતી ગયા છે, પરંતુ લીગમાં એક પણ બેટર તૈયાર થયો છે? હા, અમે કેટલાક બોલર તૈયાર કર્યા છે, પરંતુ મને જણાવો કે આપણે કોઈ ખાસ બેટિંગ ટેલેન્ટ તૈયાર કર્યું છે. મને લાગે છે કે, આપણે 14 વર્ષીય સૂર્યવંશી જેવા બેટિંગ ટેલેન્ટ તૈયાર કરીશું, તો આપણને સુધારો જોવા મળશે.’

પાકિસ્તાને ક્લબ ક્રિકેટ શરૂ કરવા જોઈએઃ અકરમ

મહાન ઝડપી બોલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાને તેના ક્લબ ક્રિકેટ કલ્ચરને ફરીથી શરૂ કરવું જોઈએ, જેથી ટેલેન્ટ સામે આવે અને પીએસએલની ટેલેન્ટ પાઇપલાઇન મજબૂત થાય, જે આખરે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને આગળ વધારવામાં મદદ કરકી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘જો આપણે રેડ બોલ ક્રિકેટમાં સુધારો જોવા માગીએ છીએ તો ક્લબ ક્રિકેટ ફરીથી શરૂ કરવું જોઈએ. પીસીબીએ કરાચી અને લાહોરમાં 100-100 મિલિયન રૂપિયા ખર્ચવા જોઈએ, કારણ કે ટેલેન્ટ ક્લબ ક્રિકેટમાંથી જ આવે છે.’

કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર રહ્યા હતા

વસીમ અકરમે વર્ષ 2010થી 1017 સુધી કોલકાતા નાઇટ રાઇડર્સના બોલિંગ કોચ અને મેન્ટર તરીકે કામ કર્યું હતું. ફ્રેન્ચાઇઝી આ દરમિયાન બે આઇપીએલ ખિતાબ જીતવામાં સફળ રહી હતી. પાકિસ્તાન સુપર લીગમાં તેમણે ઇસ્લામાબાદ યુનાઇટેડ, મુલ્તાન સુલ્તાંસ અને કરાચી કિંગ્સમાં પણ કોચ અને મેન્ટર તરીકે ભૂમિકા ભજવી છે.

પાકિસ્તાની ક્રિકેટ ટીમની વાત કરીએ તો, બાબર આઝમ એન્ડ કંપની ત્રણ મેચની ટેસ્ટ સિરિઝમાં ઇંગ્લેન્ડ સામે શરમજનક ક્લીન સ્વીપના આરે છે. પહેલા બે મેચ હારી ગયા બાદ, મહેમાન ટીમ બર્મિંગહામના એજબેસ્ટમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં એક વધુ મેચ હારવા માટે આગળ વધી છે.