હાર્દિક પંડ્યાનો જબરો ફેન છે વિદેશી ટીમનો સ્ટાર ખેલાડી! કહ્યું- મોકો મળ્યો તો તેમની ઘડિયાળની કિંમત પૂછીશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Italy Cricketer Thomas Draka: T20 વર્લ્ડ કપ 2026 ઈટલી માટે માત્ર એક ટૂર્નામેન્ટ જ નથી પરંતુ ક્રિકેટની દુનિયામાં ખુદને સાબિત કરવાનો મોટો મંચ પણ છે. ફુટબોલ માટે પ્રખ્યાત આ દેશની ટીમે વર્લ્ડ કપમાં ડગલું માંડતા જ એક ખેલાડી પોતાની અલગ જ સ્ટોરીને લઈને ચર્ચામાં આવી ગયો છે. આ ખેલાડી છે ઈટલીનો 25 વર્ષીય ઓલરાઉન્ડર થૉમસ ડ્રાકા છે, જેનું સૌથી મોટું સપનું ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને મળવાનું છે.
હાર્દિક પંડ્યાથી આટલો પ્રભાવિત કેમ છે?
થૉમસ ડ્રાકા મેદાન પર પોતાના આક્રમક અંદાજ માટે જાણીતો છે. તેનું કહેવું છે કે, 'હાર્દિક પંડ્યાની સ્ટાઈલ, તેની નિર્ભય બેટિંગ, બોલિંગ અને મેદાન પર તે જે આત્મવિશ્વાસ દર્શાવે છે તે મને સૌથી વધુ પ્રેરણા આપે છે. આ જ કારણ છે કે, હું મારી રમતમાં પણ તે જ બેખોફ અંદાજ અપનાવવાનો પ્રયાસ કરું છું.'
મોકો મળ્યો તો તેમની ઘડિયાળની કિંમત પૂછી
ડ્રાકાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, જો વર્લ્ડ કપ દરમિયાન મોકો મળે તો હું તેમની પાસેથી ઘણી બાબતો સીખવા માગીશ. તેણે મજાકમાં કહ્યું કે, હું સૌથી પહેલા તો તેમની ઘડિયાળની કિંમત પૂછીશ. જોકે, તે ખરેખર હાર્દિકની બોલિંગ અને બેટિંગ કુશળતા વિશે શીખવા માગશે. ડ્રાકા ખાસ કરીને હાર્દિકની ઓફ-કટર અને નકલ બોલ કલાને સમજવા માગે છે.
દિગ્ગજો પાસેથી મળેલી ટ્રેનિંગનો ફાયદો
થૉમસ ડ્રાકાની સફર સરળ નથી રહી. તેમને ક્રિકેટના કેટલાક મોટા નામો પાસેથી શીખવાની તક મળી છે. ઓસ્ટ્રેલિયન મહાન ફાસ્ટ બોલર ડેનિસ લીલી તેના મેન્ટર રહી ચૂક્યા છે. લીલીએ તેને શિસ્ત, ફિટનેસ અને યોગ્ય લાઈન-લેન્થનું મહત્વ શીખવ્યું છે. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટ સાથે પણ ડ્રાકાએ ટ્રેનિંગ લીધી છે, જેનાથી તેનો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ઉલટફેર, નાની ટીમોનો મોટો ધડાકો! વર્લ્ડ ચેમ્પિયન્સની ચિંતા વધી
ઈટલીને અપાવવા માગે છે મોટી ઓળખ
ડ્રાકાનું માનવું છે કે, તેમની ટીમ કોઈપણ મોટી ટીમને પડકાર આપી શકે છે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ જેવી મજબૂત ટીમો સાથે ગ્રુપમાં હોવા છતાં તેઓ સુપર-8 માં પહોંચવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઈટલી મોટી મેચ જીતે છે, તો તે દેશમાં ક્રિકેટ માટે નવી રાહ ખોલી શકે છે.









