Sports

શું કે એલ રાહુલ KKRમાં જઈ રહ્યો છે? ટ્રેડની અટકળો વચ્ચે દિલ્હી કેપિટલ્સે તોડ્યું મૌન

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલના ટ્રેડિંગની અફવાઓ ફગાવી દીધી છે. સોશિયલ મીડિયા પર રાહુલના KKRમાં જોડાવાની ચર્ચાઓને તેમણે પાયાવિહોણી ગણાવી. જિંદાલે સ્પષ્ટતા કરી કે રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે "ક્લચ પ્લેયર" છે અને ક્યાંય જઈ રહ્યા નથી. રાહુલ 2025માં ₹14 કરોડમાં દિલ્હીમાં જોડાયો હતો અને આગામી સિઝનમાં પણ દિલ્હી તરફથી જ રમશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું કે એલ રાહુલ KKRમાં જઈ રહ્યો છે? ટ્રેડની અટકળો વચ્ચે દિલ્હી કેપિટલ્સે તોડ્યું મૌન

Parth Jindal Rejects KL Rahul Trade Rumours: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન પહેલાં ભારતીય સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલના ટ્રેડિંગને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ પર દિલ્હી કેપિટલ્સે (DC) સત્તાવાર પૂર્ણવિરામ મૂકી દીધું છે. છેલ્લા બે સપ્તાહથી એવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી હતી કે અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) રાહુલને પોતાની ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવવા માંગે છે અને રાહુલ દિલ્હી છોડીને KKRમાં જઈ શકે છે. જોકે, દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે આ તમામ ટ્રેડિંગ રિપોર્ટ્સને સદંતર પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

‘રાહુલ ક્લચ પ્લેયર છે, અમારું કામ હજુ અધૂરું છે’: પાર્થ જિંદાલ

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાહુલ ક્યાંય જઈ રહ્યા નથી. જિંદાલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું: "KL IS KLUTCH FOR @DelhiCapitals - હું જેટલા લોકોને ઓળખું છું તેમાં તે સૌથી સારો માણસ છે અને તે હંમેશાં પોતાના કરતાં પહેલાં ટીમના હિતને સર્વોપરી રાખે છે. અમારું કામ હજુ અધૂરું છે અને અમે સાથે મળીને સખત મહેનત કરી દિલ્હીને ગૌરવ અપાવીશું."

પાર્થ જિંદાલની આ સ્પષ્ટતા બાદ કેએલ રાહુલે પણ તરત જ પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું: "Thank you, can't wait for the coming season 💙”

આ વાતચીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેએલ રાહુલ આગામી IPL સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી જ રમશે.

IPL 2025 મેગા ઓક્શનમાં ₹14 કરોડમાં જોડાયો હતો

કેએલ રાહુલ IPL 2025ના મેગા ઓક્શનમાં ₹14 કરોડની જંગી બોલી સાથે દિલ્હી કેપિટલ્સમાં સામેલ થયા હતા. તે સમયે દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) જેવી ટીમોને પાછળ છોડીને તેને ટીમમાં લીધો હતો. દિલ્હી સાથે જોડાયા બાદથી રાહુલે ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂતી પૂરી પાડી છે.

દિલ્હી કેપિટલ્સ માટે રાહુલનું બેનમૂન પ્રદર્શન

છેલ્લી બે સિઝનમાં રાહુલે દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર બેટિંગ કરીને 1,000થી વધુ રન બનાવ્યા છે:

  • IPL 2025 સિઝન: રાહુલે પોતાના બેટથી 539 રન બનાવ્યા હતા.
  • IPL 2026 સિઝન: તે દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો. તેણે 14 મેચોમાં 174.41ના શાનદાર સ્ટ્રાઇક રેટ અને 45.62ની એવરેજથી 593 રન ઝૂડી કાઢ્યા હતા (જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ હતી).
  • અરુણ જેટલી સ્ટેડિયમમાં સદી: પંજાબ કિંગ્સ સામે તેણે 152 રનની ઐતિહાસિક અણનમ ઇનિંગ પણ રમી હતી.

રિષભ પંતની વાપસી અને કેપ્ટનશીપના સમીકરણો

દિલ્હી કેપિટલ્સે હાલમાં જ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે મોટો ટ્રેડ કરીને ડાબોડી સ્પિનર કુલદીપ યાદવના બદલામાં વિકેટકીપર રિષભ પંતને ફરી ટીમમાં સામેલ કર્યો છે. પંતની ઘરવાપસી અને રાહુલની હાજરીથી ટીમમાં બે મોટા વિકેટકીપર-બેટ્સમેન ઉપલબ્ધ બન્યા છે. અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ ટીમ 2025 અને 2026માં પ્લેઓફમાં ક્વોલિફાય ન થઈ શકી હોવાથી હવે ટીમ પાસે કેપ્ટનશીપના મજબૂત વિકલ્પો પણ તૈયાર છે. પંત વિકેટકીપિંગ સંભાળશે તો રાહુલ ઓપનિંગમાં સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

ફ્રેન્ચાઇઝીએ અગાઉ રાહુલનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ "I'm home" કહેતો જોવા મળ્યો હતો અને ફેન્સને દિલ્હીને સપોર્ટ કરવાનું ચાલુ રાખવા અપીલ કરી હતી. હવે માલિકના સત્તાવાર નિવેદન બાદ ટ્રેડિંગની તમામ અટકળો શાંત થઈ ગઈ છે.