Sports

IPL 2026, GT vs KKR : ગુજરાત ટાઈટન્સની કોલકાતા સામે શાનદાર જીત, ગિલ-રબાડાનું દમદાર પ્રદર્શન

By GS TEAM
17 Apr 20264 mins read
TukuTouch Logo
આઈપીએલ-2026માં આજે કેપ્ટન શુભમન ગીલની દમદાર બેટિંગ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં 181 રન નોંધાવી વિજય મેળવી લીધો છે. આ સાથે ગુજરાતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમીને ત્રણ મેચ જીતી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026, GT vs KKR : ગુજરાત ટાઈટન્સની કોલકાતા સામે શાનદાર જીત, ગિલ-રબાડાનું દમદાર પ્રદર્શન

IPL 2026, Gujarat Titans vs Kolkata Knight Riders : આઈપીએલ-2026માં આજે કેપ્ટન શુભમન ગીલની દમદાર બેટિંગ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં 181 રન નોંધાવી વિજય મેળવી લીધો છે. આ સાથે ગુજરાતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમીને ત્રણ મેચ જીતી લીધી છે. 

કેમરોન ગ્રીનની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ

પહેલી બેટિંગ લેનાર કોલકાતા ટીમની 32 રને ત્રણ વિકેટ પડી ગઈ હતી, ટીમના પાંચ રને અજિંક્ય રહાણે આઉટ થયો હતો, પછી 21 રનના સ્કોર પર અંગક્રિશ રઘુવંશી આઉટ થયો હતો, ત્યારપછી ત્રીજા ક્રમે આવેલા ટીમ સેફર્ટ આઉટ થયો હતો. જોકે ચોથા ક્રમે આવેલા કેમરોન ગ્રીને સૌથી વધુ 55 બોલમાં 7 ફોર અને 4 સિક્સ સાથે 79 રન ફટકારી ટીમને મહત્ત્વના સ્કોર સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું હતું, તો વરુણ ચક્રવર્તીએ 4 ઓવર 34 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.


રબાડા બાદ ગીલની દમદાર બેટિંગથી મળી જીત

ગુજરાત તરફથી ઓપનિંગમાં આવેલા સાઈ સુદર્શન અને શુભમન ગીલ વચ્ચે પહેલી વિકેટ માટે 57 રનની ભાગીદારી થતા ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. સુકાની શુભમન ગીલે વિસ્ફોટ બેટિંગ કરીને 50 બોલમાં 8 ફોર અને 4 સિક્સ સાથે 86 રન ફટકારી ટીમને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત બોલિંગમાં કાગિસો રબાડા ત્રણ વિકેટ તો મોહમ્મદ સિરાજ અને અશોક શર્માએ 2-2 વિકેટ ખેરવી હતી.

શુભમન ગિલે લગાવી ખાસ હેટ્રિક

જ્યારે શુભમન ગિલ ફોર્મમાં હોય છે, ત્યારે તેને રોકવો ફક્ત મુશ્કેલ જ નથી - તે લગભગ અશક્ય છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવું કંઈક જોવા મળ્યું. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે શાનદાર ઇનિંગ રમી સતત ત્રીજી વખત 50 થી વધુનો સ્કોર નોંધાવ્યો. ગુજરાત સામે, શુભમને માત્ર 27 બોલમાં તેની અડધી સદી પૂર્ણ કરી. આ અડધી સદી સાથે, જમણા હાથના બેટ્સમેનએ ઓરેન્જ કેપ પણ મેળવી.

શુભમન ગિલે વિરાટને પાછળ છોડ્યો

ઓરેન્જ કેપની રેસમાં શુભમન ગિલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. ગુજરાત અને કોલકાતા વચ્ચેની મેચ પહેલા વિરાટે પાંચ ઇનિંગ્સમાં 228 રન બનાવ્યા હતા. જોકે, શુભમન ગિલ ક્રીઝ પર ઉતર્યો તે ક્ષણે તેણે વિરાટને પાછળ છોડી દીધો. નોંધપાત્ર રીતે, શુભમન ગિલે અત્યાર સુધી વિરાટ કોહલી કરતા એક ઓછી મેચ રમી છે. હવે, આખી સીઝનમાં ઓરેન્જ કેપ માટે શુભમન અને વિરાટ કોહલી વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળશે.

કોલકાતા તરફથી એકમાત્ર કેમરોન ગ્રીનની ફિફ્ટી

  • ટીમ સેફર્ટ - 19 રન (14 બોલ, 2 ફોર, 1 સિક્સ)
  • અજિંક્ય રહાણે - 0 રન (1 બોલ)
  • અંગક્રિશ રઘુવંશી - 8 રન (4 બોલ, 2 ફોર)
  • કેમેરોન ગ્રીન - 79 રન (55 બોલ, 7 ફોર, 4 સિક્સ)
  • રોવમેન પોવેલ - 27 રન (20 બોલ, 2 ફોર, 2 સિક્સ)
  • અનુકૂલ રોય - 9 રન (7 બોલ, 1 ફોર)
  • રિંકુ સિંહ - 1 રન (2 બોલ)
  • રમનદીપ સિંહ - 17 રન (8 બોલ, 2 ફોર, 1 સિક્સ)
  • સુનીલ નરેન - 0 રન (5 બોલ)
  • કાર્તિક ત્યાગી - 6 રન (4 બોલ, 1 સિક્સ)
  • વૈભવ અરોરા - 0 રન (1 બોલ, નોટ આઉટ)

ગુજરાત તરફથી રબાડાની ત્રણ વિકેટ

  • મોહમ્મદ સિરાજ - 4 ઓવર, 23 રન, 2 વિકેટ
  • કાગિસો રબાડા - 4 ઓવર, 29 રન, 3 વિકેટ
  • પ્રસિદ્ધ કૃષ્ણા - 4 ઓવર, 32 રન, 1 વિકેટ
  • અશોક શર્મા - 4 ઓવર, 45 રન, 2 વિકેટ
  • રાશિદ ખાન - 4 ઓવર, 44 રન, 1 વિકેટ

ગુજરાત તરફથી ગિલના 86 રન

  • સાઈ સુદર્શન - 22 રન (16 બોલ, 1 ફોર, 2 સિક્સ)
  • શુભમન ગિલ - 86 રન (50 બોલ, 8 ફોર, 4 સિક્સ)
  • જોસ બટલર - 25 રન (15 બોલ, 2 ફોર, 2 સિક્સ)
  • વોશિંગ્ટન સુંદર - 13 રન (13 બોલ, 1 ફોર)
  • ગ્લેન ફિલિપ્સ - 19 રન (16 બોલ, 2 ફોર)
  • રાહુલ તેવટિયા - 7 રન (6 બોલ, નોટ આઉટ)
  • એમ.શાહરુખ ખાન - 0 રન (નોટ આઉટ)

કોલકાતા તરફથી ચક્રવર્તીની બે વિકેટ

  • વૈભવ અરોરા - 3.1 ઓવર, 33 રન, 1 વિકેટ
  • કાર્તિક ત્યાગી - 4 ઓવર, 40 રન, 0 વિકેટ
  • અનુકૂલ રોય - 3 ઓવર, 37 રન, 0 વિકેટ
  • સુનીલ નરેન - 4 ઓવર, 28 રન, 1 વિકેટ
  • વરુણ ચક્રવર્તી - 4 ઓવર, 34 રન, 2 વિકેટ