ધ રોયલ્સ ટુમાં સિનિ શેટ્ટી અને ગુરફતેહ પિરજાદાની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઉદયપુરમાં શૂટિંગનું શિડયૂલ ગોઠવાયું
- બીજી સીઝનમાં નોરા ફતેહી રીપિટ પણ ભૂમિ પેડનેકરને તગેડી મૂકાઈ
મુંબઇ : મે ૨૦૨૫માં આવેલી 'ધ રોયલ્સ' વેબ સીરિઝની બીજી સિઝનનું શૂટિંગ ઉદયપુરમાં આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે. 'ધ રોયલ્સ'ની બીજી સિઝનમાં દર્શકોને સિનિ શેટ્ટી, ઇશાન ખટ્ટર અને ગુરફતેહ પિરજાદા વચ્ચે પ્રણય ત્રિકોણ રચાતો જોવા મળશે. 'ધ રોયલ્સ'માં પહેલી સીઝનમાંમાં મહત્વની ભૂમિકા ભજવનારી નોરા ફતેહી બીજી સિઝનમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, પહેલી સીઝનની મુખ્ય હિરોઈન ભૂમિ પેડનેકરને બીજી સીઝનમાંથી તગેડી મૂકાઈ છે.
ગુરફતેહ પિરજાદા તાજેતરમાં 'ધ રેવોલ્યુશનરીઝ'માં ક્રાંતિકારી બાઘા જતિનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે 'લસ્ટ સ્ટોરીઝ થ્રી'માં કિરણ રાવની સ્ટોરીમાં સના શમ્પિ સામે કરણ અને અર્જુન એમ બેવડી ભૂમિકામાં જોવા મળ્યો છે. હવે તે પિરિયડ પોલિટિકલ ડ્રામા 'અધૂરે હમ અધૂરે તુમ'માં રાજકારણીની ભૂમિકામાં દેખાશે.




