World

UNGAના સ્ટેજ પર આવતા ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાનનો ટ્રમ્પ પર પ્રહાર, સુપ્રીમ લીડરની હત્યાની અપાવી યાદ

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. ટ્રમ્પ દ્વારા ઈરાનને આતંકવાદી ગણાવવાના નિવેદનનો તેમણે વળતો જવાબ આપ્યો. પેજેશ્કિયાને જણાવ્યું કે તેમના સુપ્રીમ લીડરની હત્યા થઈ હતી અને બાળકોને બોમ્બ હુમલામાં માર્યા ગયા હતા. તેમણે ફોટોગ્રાફ્સ બતાવીને આરોપ લગાવ્યો કે અમેરિકા અને ઈઝરાયેલના હથિયારોથી આ કૃત્યો થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

UNGAના સ્ટેજ પર આવતા ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાનનો ટ્રમ્પ પર પ્રહાર, સુપ્રીમ લીડરની હત્યાની અપાવી યાદ

Masoud Pezeshkian Attack Trump UN: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને ટ્રમ્પ સામે પ્રહારો કર્યા છે. તેમણે UNGAમાં પોતાનું ભાષણ શરૂ કરતા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્રમ્પની તે ટિપ્પણીનો જવાબ આપ્યો, જેમાં તેમણે ઈરાનના શાસનને આતંકવાદી ગણાવ્યું હતું. તેમણે દુનિયાને સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની હત્યાની યાદ અપાવી. પેજેશ્કિયાને કહ્યું કે 'હું એવા દેશમાંથી આવું છું, જ્યાંના સુપ્રીમ લીડરની હત્યા કરવામાં આવી, જ્યાં માસૂમોની સ્કૂલ પર બોમ્બ ફેંકીને તેમને મારી નાખવામાં આવ્યા'.

પજેશ્કિયાને UNGAને બતાવ્યા ફોટોગ્રાફ્સ

પેજેશ્કિયાને પોતાના ભાષણમાં સુપ્રીમ લીડર અને તે બાળકોની તસવીરો પણ બતાવી અને આરોપ લગાવ્યો કે, આ તમામને અમેરિકા અને ઈઝરાયેલના હથિયારોએ મારી નાખ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો આ પ્રકારના આતંકવાદી કૃત્યો કરે છે, અને તેમને તાલીમ આપે છે, તેઓ આતંકવાદી છે. અમે લોકો માત્ર અમારો બચાવ કરી રહ્યા હતા.