Sports

IPL 2026ના કાર્યક્રમમાં સંભવિત ફેરફાર, બે દિવસ મોડી શરૂ થઈ શકે 19મી સિઝન

By GS Team
27 Feb 20261 min read
TukuTouch Logo
માર્ચના અંતથી શરૂ થતી IPL 2026ની સિઝન બે દિવસ મોડી શરૂ કરવામાં આવે તેવા સંકેત છે. IPLની 19મી સિઝન પહેલાના કાર્યક્રમ મુજબ 26 માર્ચના રોજ શરૂ થવાની હતી. તેની જગ્યાએ હવે 28 માર્ચે શરૂ થાય તેવી શક્યતાઓ છે. જો કે હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પણ આવતા અઠવાડિયામાં IPL ગવર્નિંગ કાઉંસિલની મિટિંગમાં નિર્ણય લેવાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026ના કાર્યક્રમમાં સંભવિત ફેરફાર, બે દિવસ મોડી શરૂ થઈ શકે 19મી સિઝન
ફાઈલ તસવીર

IPL 2026: માર્ચના અંતથી શરૂ થતી IPL 2026ની સિઝન બે દિવસ મોડી શરૂ કરવામાં આવે તેવા સંકેત છે. IPLની 19મી સિઝન પહેલાના કાર્યક્રમ મુજબ 26 માર્ચના રોજ શરૂ થવાની હતી. તેની જગ્યાએ હવે 28 માર્ચે શરૂ થાય તેવી શક્યતાઓ છે. જો કે હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પણ આવતા અઠવાડિયામાં IPL ગવર્નિંગ કાઉંસિલની મિટિંગમાં નિર્ણય લેવાઈ શકે છે.

28 માર્ચે શરૂ થશે IPL!

ડિસેમ્બર 2025માં અબૂ ધાબીમાં યોજાયેલી IPL હરાજી દરમિયાન BCCIએ એલાન કર્યું હતું કે નવી સિઝન 26 માર્ચથી શરૂ થશે. પરંતુ 30 દિવસ પહેલા BCCIએ તેને 2 દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેતા ચાલુ વર્ષની IPL હવે 28 માર્ચના રોજ શરૂ થશે તેવો દાવો છે.

ફાઈનલની તારીખમાં કોઈ ફેરફાર નહીં

જો કે ફાઈનલની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IPL 2026ની ફાઈનલ મેચ 31 મેના રોજ જ રમાડવામાં આવશે. ઇએસપીએન-ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ આવનારા સપ્તાહમાં આઈપીએલ ગવર્નિંગ કાઉંસિલની બેઠક થશે જેમાં આ નિર્ણય અને ટુર્નામેન્ટના સંપૂર્ણ શિડ્યુઅલ પર ઔપચારિક મંજૂરી મારવામાં આવશે.

ઓક્શનમાં સૌથી મોંઘા 11 ખેલાડીઓ


સૌથી મોંઘા 10 વિદેશી ખેલાડીઓ


સૌથી મોંઘા 5 અનકેપ્ડ ખેલાડીઓ