Jamnagar

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવી સિઝનની મગફળીની પ્રથમ આવક નોંધાઈ : 20 કિલોના રૂ.1825નો ભાવ બોલાયો

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળીની પ્રથમ આવક નોંધાઈ હતી. ચંદ્રગઢના ખેડૂત ગીરધરભાઈ સભાયા 5 ગુણી મગફળી લાવ્યા હતા, જેનો 20 કિલોનો ભાવ રૂ.1825 બોલાયો હતો. આ આગોતરા વાવેતરની મગફળીની બોણીની હરરાજી થઈ હતી. જોકે, નિયમિત આવક શરૂ થવામાં હજુ 15-20 દિવસ લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવી સિઝનની મગફળીની પ્રથમ આવક નોંધાઈ  : 20 કિલોના રૂ.1825નો ભાવ બોલાયો

Jamnagar Hapa Marketing Yard : આજરોજ નવી સિઝનની મગફળીની પ્રથમ આવક જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નોંધાઈ હતી. ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયા દ્વારા નવી મગફળીની પાંચ ગુણી લાવવામાં આવી હતી. આ મગફળીની હરરાજીમાં 20 કિલોના રૂ.1825નો ભાવ નોંધાયો હતો.
નવી સિઝનની મગફળીની આ આવક બોણીની મગફળીની હરરાજી તરીકે નોંધપાત્ર બની હતી. મળતી માહિતી મુજબ આ મગફળી આગોતરા વાવેતરની હોવાથી વહેલી માર્કેટમાં પહોંચી હતી.
જોકે, હાલ નવી મગફળીની નિયમિત અને મોટા પ્રમાણમાં આવક શરૂ થવામાં હજુ અંદાજે 15થી 20 દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિયમિત આવક શરૂ થયા બાદ બજારમાં નવી સિઝનની મગફળીની આવકમાં વધારો જોવા મળશે.