Sports

IPL 2026ની અધવચ્ચે નિયમો બદલાયા, હવે અનેક વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ, BCCIનો કડક આદેશ

By GS Team
9 May 20262 mins read
TukuTouch Logo
આઈપીએલની ઝાકઝમાળ વચ્ચે ખેલાડીઓની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે BCCI એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. પ્રતિબંધિત જગ્યાઓ પર રીલ્સ બનાવવા, સુરક્ષા મંજૂરી વિના મજાક-મસ્તી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથેની નિકટતાને કારણે બોર્ડને આ પગલાં લેવાની ફરજ પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026ની અધવચ્ચે નિયમો બદલાયા, હવે અનેક વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ, BCCIનો કડક આદેશ
 IMAGE X

IPL 2026 New Guidelines: આઈપીએલની ઝાકઝમાળ વચ્ચે ખેલાડીઓની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે BCCI એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. પ્રતિબંધિત જગ્યાઓ પર રીલ્સ બનાવવા, સુરક્ષા મંજૂરી વિના મજાક-મસ્તી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથેની નિકટતાને કારણે બોર્ડને આ પગલાં લેવાની ફરજ પડી છે.

હની ટ્રેપનો ખતરો અને મહેમાનો પર રોક

બોર્ડની ભ્રષ્ટાચાર નિરોધક શાખા (ACU) એ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ અધિકારીઓના રૂમમાં બિનઅધિકૃત મહેમાનોની અવરજવર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એસીયુએ ચેતવણી આપી છે કે આ પ્રકારની મુલાકાતો હની ટ્રેપ હોઈ શકે છે. આથી, હવે મહેમાનો પર પ્રતિબંધ મુકવાની સાથે ખેલાડીઓએ તેમની તમામ ગતિવિધિઓ વિશે સુરક્ષા અધિકારીઓને માહિતગાર કરવા ફરજિયાત રહેશે.

સોશિયલ મીડિયા અને રીલ્સનું વળગણ

નવા ખેલાડીઓમાં સોશિયલ મીડિયા પર લાઇક્સ અને કમેન્ટ્સ મેળવવાની ઘેલછા વધી છે. તાજેતરમાં એક ઘટના બની હતી. જ્યાં એક યુવા ખેલાડીએ કન્ટેન્ટ ટીમના સભ્યની મદદથી મેદાનની પ્રવૃત્તિઓ અને પોતાના હોટલના રૂમના દ્રશ્યો ધરાવતી રીલ્સ બનાવી હતી. જે બ્લોગરે પોતાના પ્રાઈવેટ એકાઉન્ટ પર વાયરલ કરી દીધી હતી. આ પ્રકારની બેદરકારીને રોકવા માટે હવે ટીમોમાં કન્ટેન્ટ બનાવતા સભ્યોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું

સીનિયર ખેલાડીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન

રિપોર્ટ અનુસાર, માત્ર નવા જ નહીં પણ કેટલાક સીનિયર ખેલાડીઓ પણ પોતાના કદનો ફાયદો ઉઠાવીને નિયમોને નેવે મૂકતા જોવા મળ્યા છે. એક કિસ્સામાં ખેલાડી મોડી રાત સુધી પોતાના રૂમમાં મહેમાનોની યજમાની કરતો પકડાયો હતો, જેમાં મેનેજરે ખેલાડીની સીનિયોરિટીનો હવાલો આપી તેનો બચાવ કર્યો હતો. અન્ય એક કિસ્સામાં, એક ખેલાડી મોડી રાત્રે મિત્રો સાથે હોટલ પર આવ્યો હતો, પરંતુ માલિકો સાથેની નિકટતાને કારણે આ વાતને દબાવી દેવામાં આવી હતી.

ટીમ ફ્રેન્ચાઇઝીઓનું વલણ

ફ્રેન્ચાઇઝી અધિકારીઓનું કહેવું છે કે, તેઓ BCCI ના નવા નિર્દેશોનું પાલન કરાવવા માટે સક્રિય છે. ખેલાડીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ બોર્ડ દ્વારા નક્કી કરેલી સીમામાં જ કરવા અને નિયમો તોડવાના પરિણામો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પ્રથમ વખત આઈપીએલ રમી રહેલા ખેલાડીઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.