Sports

KKR vs LSG : સુપર ઓવરમાં લખનઉએ માત્ર 1 રન બનાવ્યો, કોલકાતાની આસાન જીત, રિંકુ છવાયો

By GS TEAM
26 Apr 20263 mins read
TukuTouch Logo
આઈપીએલ-2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ભારે રસાકસી જોવા મળી છે. લખનઉની ટીમના છેલ્લા ક્રમાંકે આવેલા બોલર મોહમ્મદ સામીએ સિક્સ ફટકારતા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર મેચ રમાઈ હતી, જેમાં કોલકાતાનો વિજય થયો છે. કોલકાતા પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 155 રન નોંધાવ્યા હતા, તો લખનઉએ પણ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન નોંધાવા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી, જેમાં કોલકાતનો વિજય થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

KKR vs LSG : સુપર ઓવરમાં લખનઉએ માત્ર 1 રન બનાવ્યો, કોલકાતાની આસાન જીત, રિંકુ છવાયો

IPL 2026, Kolkata Knight Riders vs Lucknow Super Giants Super Giants : આઈપીએલ-2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ભારે રસાકસી જોવા મળી છે. લખનઉની ટીમના છેલ્લા ક્રમાંકે આવેલા બોલર મોહમ્મદ સામીએ સિક્સ ફટકારતા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર મેચ રમાઈ હતી, જેમાં કોલકાતાનો વિજય થયો છે. કોલકાતા પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 155 રન નોંધાવ્યા હતા, તો લખનઉએ પણ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન નોંધાવા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી, જેમાં કોલકાતની જીત થઈ છે.

સુપર ઓવરમાં કોલકાતાનો વિજય

મેચમાં લખનઉની હારની સંભાવના વધી ગઈ હતી, કારણ કે લખનઉએ છેલ્લા બોલે 7 રન કરવાના જરૂરી હતી. આ દરમિયાન શામીએ છેલ્લા બોલે સિક્સ ફટકારતી મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી. જોકે સુપર ઓવરમાં લખનઉનો પરાજય થયો છે. લખનઉએ પહેલા બેટિંગ કરતા બે વિકેટે એક જ રન નોંધાવી શકી છે, જેમાં સુનીલ નારાયને બંને વિકેટ ઝડપી છે. કોલકાતાએ બે રન નોંધાવી વિજય મેળવી લીધો છે.

છેલ્લા બોલે શામીની સિક્સથી મેચ સુપર ઓવરમાં પહોંચી

લખનઉના ખેલાડી મોહમ્મદ શામીએ છેલ્લા બોલમાં સિક્સ ફટકારી આખી મેચ પલટી નાખી હતી. એટલે મેચનો નિર્ણય સુપર ઓવરમાં પહોંચી ગયો હતો. લખનઉને જીતવા માટે છેલ્લા બોલે સાત રનની જરૂર હતી, જોકે છેલ્લા બોલે સિક્સના કારણે સુપર ઓવર પર નિર્ણય પહોંચી ગયો હતો. આમ મોહમ્મદ શામીએ કોલકાતાના મોઢામાથી જીતનો કોડીયો છિનવી લીધો હતો.

કોલકાતા તરફથી રિંકુ સિહના 83 રન

લખનઉના બોલર મોહસીન ખાને દમદાર બોલિંગ કરતા એકસમયે કોલકાતાએ 31 રને ચાર વિકેટ ગુમાવી દીધી હતી, જોકે રિંકુ સિહ 51 બોલમાં અણનમ 83 રન (7 ફોર અને 5 સિક્સ) ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. જ્યારે કેમરોન ગ્રીને 21 બોલમાં 3 સિક્સ સાથે 34 રન નોંધાવ્યા હતા, જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ કોઈ ખાસ રન કરી શક્યા ન હતા.

આ પણ વાંચો : IPL 2026: ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને 8 વિકેટથી હરાવ્યું, સાઈ સુદર્શનના શાનદાર 87 રન

મોહસીન ખાને પાંચ વિકેટ ઝડપી

લખનઉ તરફથી મોહસીન ખાને ચાર ઓવરમાં એક મેડન નાખી હતી, જેમાં તેણે 23 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જ્રોજ્ લિંડેએ એક વિકેટ ઝડપી હતી.

લખનઉ તરફથી સૌથી વધુ પંતના રન

લખનઉ તરફથી ઓપનિંગમાં આવેલા એડમ માર્કરામે 31 રન, મિશેલ માર્શે 2 રન, કેપ્ટન રુષભ પંતે 38 બોલમાં 42 રન, નિકોલસ પુરને 9 રન, આયુષ ભંદોઈએ 24 રન, મુકુલ ચૌધરીએ એક રન, હિમ્મત સિંહ 19 રન, જેર્ગે લિંડેએ 8 રન અને મોહમ્મદ સામીએ અણમ 11 રન નોંધાવ્યા હતા.

વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીની 2-2 વિકેટ

કોલકાતા તરફથી વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અનુકુલ રોય, કેમરોન ગ્રીન અને સુનીલ નારેને 1-1 વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ ટેબલમાં KKR અને LSGની સ્થિતિ

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, આજની મેચ સહિત લખનઉ અને કોલકાતાએ કુલ 8-8 મેચ રમી લીધી છે, જેમાં કોલકાતએ બે મેચ અને લખનઉએ 2 મેચ જીતી છે. બંને ટીમે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંકે છે.

આ પણ વાંચો : IPL 2026: W,W,W,W,W, મોહસિન ખાનનો તરખાટ, ટીમ KKRની કમર તોડી