Get The App

IPL 2026: ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને 8 વિકેટથી હરાવ્યું, સાઈ સુદર્શનના શાનદાર 87 રન

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને 8 વિકેટથી હરાવ્યું, સાઈ સુદર્શનના શાનદાર 87 રન 1 - image

IPL 2026: આઈપીએલ 2026ની 37મી મેચ આજે(26 એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતીને ગુજરાતની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17મી ઓવરમાં 162 રન બનાવીને 8 વિકેટથી મેચ જીતી લીધી. ગુજરાત માટે સાઈ સુદર્શને 46 બોલમાં 87 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. ત્યારે, કેપ્ટન શુભમન ગિલે 23 બોલમાં 33 અને જોસ બટલરે 30 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. આ અગાઉ બોલિંગમાં કગિસો રબાડાએ 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી.

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ચેન્નાઈ સુપર કિંગ્સે ખરાબ શરૂઆત કરી હતી. જોકે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના 74 રનની મદદથી સ્કોર 158 સુધી પહોંચાડ્યો હતો. જોકે, ગાયકવાડના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. ગાયકવાડના નામે અત્યાર સુધીમાં IPLમાં સૌથી ધીમી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 49 બોલમાં 50 રન પૂરા કર્યા. એક સમયે ચેન્નાઈએ સારૂ શરૂઆત તરફ આગળ વધી રહી હતી અને તેમણે વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવી લીધા હતા. પરંતુ કગિસો રબાડા અને મોહમ્મદ સિરાજની દમદાર બોલિંગના કારણે આગામી 7 બોલમાં સંજૂ સેમસન, ઉર્વિલ પટેલ અને સરફરાજ ખાન પણ આઉટ થઈ ગયા. ડેવાલ્ડ બ્રેવિસ પણ સસ્તામાં આઉટ થઈ ગયો અને જોતજોતામાં ચેન્નાઈએ 37ના સ્કોર સુધી પહોંચતા પહોંચતા 4 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે 11 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર માત્ર 45 રન હતો, પરંતુ અંતમાં ટીમો શાનદાર વાપસી કરી હતી. જોકે, ચેન્નાઈ જીત મેળવી ના શકી.

• ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો: ચોથી ઓવરમાં 21 રનના સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી વિકેટ પડી ગઈ છે. સંજુ સેમસન 15 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. તેમને કગિસો રબાડાએ આઉટ કર્યો.

• ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો: ઉર્વિલ પટેલ એક ચોગ્ગો ફટકાર્યા બાદ તરત જ બીજા બોલે આઉટ થઈ ગયો હતો. તેમને રબાડાએ પેવેલિયન ભેગા કર્યા.

• ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો: પાંચમી ઓવરમાં મોહમ્મદ સિરાજે સરફરાઝ ખાનને શૂન્ય રને આઉટ કર્યા. 5 ઓવરના અંતે ચેન્નાઈનો સ્કોર 3 વિકેટના નુકસાને 26 રન છે.

• ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો: 9મી ઓવરમાં 37 રનના સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સની ચોથી વિકેટ પડી ગઈ છે. ડેવાલ્ડ બ્રેવિસ 9 બોલમાં 2 રન બનાવી આઉટ થયો. બ્રેવિસને માનવ સુથારે આઉટ કર્યો.

• ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમો ઝટકો: અર્ષદ ખાને બોલ્ડ કરતા શિવમ દુબે 17 બોલમાં 22 રને આઉટ થયો.

• ચેન્નાઈ સુપર કિંગ્સને છઠ્ઠો ઝટકો:  18મી ઓવરમાં 122 રનના સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સની છઠ્ઠી વિકેટ પડી. કાર્તિક શર્મા 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો. તેમણે કગિસો રબાડાને આઉટ કર્યો.

• ચેન્નાઈ સુપર કિંગ્સને સાતમો ઝટકો: 19મી ઓવરમાં અરશદ ખાને 21 રન આપ્યા અને જેમી ઓવરટનને આઉટ કર્યો. જેમી ઓવરટન 6 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો.

બંને ટીમની પ્લેઈંગ 11

ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજાપનીત સિંહ.

ગુજરાત ટાઈટન્સ (પ્લેઈંગ ઈલેવન): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અર્શદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.