Sports

બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઇનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
આઈપીએલ 2026ની ફાઈનલ મેચના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે આઈપીએલનો એવો નિયમ રહ્યો છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઈનલ રમાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઇનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
Image- Wikipedia

IPL 2026: આઇપીએલ 2026ની ફાઇનલ મેચના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે આઇપીએલનો એવો નિયમ રહ્યો છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઇનલ રમાય છે. આ નિયમ મુજબ આ વખતે ફાઇનલ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાવાની હતી, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં રમાશે ફાઇનલ

IPL 2026ની ફાઇનલ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. પ્લેઑફ મેચોના સ્થળોની જે યાદી સામે આવી છે તે મુજબ, આ વખતે કુલ 3 શહેરોમાં પ્લેઑફ અને ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ઉપરાંત ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢનો સમાવેશ થાય છે.

શા માટે બદલવામાં આવ્યું ફાઇનલનું સ્થળ?

બેંગલુરુ આ રેસમાં સૌથી આગળ હોવા છતાં છેલ્લી ઘડીએ યજમાની ગુમાવવાનું મુખ્ય કારણ ટિકિટ વિવાદ હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં થયેલા ટિકિટ વિવાદને કારણે આખું સમીકરણ બદલાઈ ગયું છે. ટિકિટોના વેચાણ અને તેનાથી સંબંધિત મેનેજમેન્ટ ઇશ્યુઝને ધ્યાનમાં રાખીને BCCI એ સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે.

BCCIનું અધિકારીક નિવેદન
IPL 2026ની ખિતાબી જંગ એટલે કે ગ્રાન્ડ ફાઇનલ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેગા ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બેંગલુરુને ફાઇનલની યજમાની સોંપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ઍસોસિએશન અને સત્તાવાળાઓની કેટલીક એવી માંગણીઓ હતી, જે BCCIના નિર્ધારિત પ્રોટોકોલની બહાર હોવાથી ફાઇનલનું સ્થળ બદલીને અમદાવાદ કરવામાં આવ્યું છે. ઓપરેશનલ અને લોજિસ્ટિકલ કારણોસર આ સિઝનમાં ખાસ કિસ્સામાં પ્લેઑફની મેચો ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્લેઑફ મેચોનું શેડ્યૂલ

IPL 2026ના ક્વોલિફાયર અને એલિમિનેટર મુકાબલા માટે પણ નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. 

ક્વોલિફાયર 1: ધર્મશાલામાં આયોજિત થશે.

એલિમિનેટર: ન્યૂ ચંદીગઢમાં રમાશે.

ક્વોલિફાયર 2: આ મેચ પણ ન્યૂ ચંદીગઢમાં જ યોજાશે.


Next Article
Sports

VIDEO : ક્રિકેટમાં નવો વિવાદ, નીતિશ રાણાની વિકેટે સૌને ચોંકાવ્યા, જાણો MCCનો નિયમ

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
આઈપીએલ 2026માં ગત મંગળવારે (5 મે) દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (DC vs CSK) વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. દિલ્હીના બેટ્સમેન નીતીશ રાણા જે રીતે આઉટ થયો, તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ક્રિકેટમાં નવો વિવાદ, નીતિશ રાણાની વિકેટે સૌને ચોંકાવ્યા, જાણો MCCનો નિયમ

IPL 2026: DC vs CSK: આઈપીએલ 2026માં ગત મંગળવારે (5 મે) દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (DC vs CSK) વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. દિલ્હીના બેટ્સમેન નીતીશ રાણા જે રીતે આઉટ થયો, તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને નિયમ મુજબ સાચો માની રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

મેચની 10મી ઓવરમાં જ્યારે નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે નીતીશ રાણાએ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો હતો. આ શોટ સીધો ફિલ્ડર કાર્તિક શર્માના હાથમાં ગયો અને રાણાને પેવેલિયન ભેગા થવું પડ્યું.

આ પણ વાંચો: અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો

વિવાદના મુખ્ય કારણ

જ્યારે રાણાએ શોટ રમ્યો, તે પહેલા જ સ્ટમ્પ પરની બેલ્સ (ગિલ્લીઓ) નીચે પડી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો બેલ્સ પહેલેથી જ પડી ગઈ હોય, તો બેટ્સમેનને કેચ આઉટ કેવી રીતે આપી શકાય?

અમ્પાયરનો નિર્ણય અને વાસ્તવિકતા

વીડિયોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ મુજબ, બેલ્સ વિકેટકીપરના હાથ અડવાથી નહીં, પરંતુ તેજ પવન અથવા કોઈ વાઈબ્રેશનને કારણે પડી હતી. આથી અમ્પાયરે ફિલ્ડિંગ ટીમની અપીલ માન્ય રાખી અને બેટ્સમેનને આઉટ જાહેર કર્યો.

ક્રિકેટનો નિયમ શું કહે છે?

ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCC (Marylebone Cricket Club) ના નિયમ મુજબ જો વિકેટકીપરના કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર (જેમ કે પવનથી) બેલ્સ પડી જાય, અને તે દરમિયાન બેટ્સમેન શોટ રમે અને તેનો કેચ પકડાય, તો તેને આઉટ ગણવામાં આવે છે. નીતીશ રાણાના કિસ્સામાં પણ એવું જ થયું. જ્યારે રાણાએ શોટ રમ્યો ત્યારે વિકેટકીપર સંજુ સેમસને સ્ટમ્પ સાથે કોઈ છેડછાડ કરી ન હતી અને કાર્તિકે ક્લીન કેચ પકડ્યો હતો. આથી તે નિયમ મુજબ આઉટ છે.