Sports

IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

By GS Team
24 Mar 20262 mins read
TukuTouch Logo
ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માટે BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન તમામ 10 ટીમોએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રમત કરતાં પણ વધુ ટીમોની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ સાથે જોડાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL માટે  BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

IPL 2026: ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માટે BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન તમામ 10 ટીમોએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રમત કરતાં પણ વધુ ટીમોની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ સાથે જોડાયેલા છે. આવો જાણીએ એક-એક કરીને આ તમામ 7 નિયમો વિશે.

IPL 2026 માટે BCCI ના 7 નવા નિયમો

1. મેચના દિવસે પ્રેક્ટિસ પર પ્રતિબંધ

BCCI ના નવા નિયમ મુજબ, હવે કોઈ પણ IPL ટીમને મેચના દિવસે પ્રેક્ટિસ કે ટ્રેનિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

2. પ્રેક્ટિસ મેચો પર અંકુશ

કોઈ પણ ટીમને 2 થી વધુ પ્રેક્ટિસ મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રેક્ટિસ મેચ રમવા માટે પણ ટીમોએ BCCI પાસેથી મંજૂરી લેવી પડશે અને પ્રેક્ટિસ મેચ 3.5 કલાકથી વધુ સમય સુધી રમી શકાશે નહીં.

3. પ્રેક્ટિસ નેટ્સ શેરિંગ પર પ્રતિબંધ

કોઈ પણ ટીમ હવે પ્રેક્ટિસ માટે નેટ્સ શેર કરી શકશે નહીં. દરેક ટીમને પ્રેક્ટિસ માટે નવી નેટ્સ મળશે. એક ટીમને બીજી ટીમની નેટ્સ વાપરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પછી ભલે તે નેટ્સ ખાલી જ કેમ ન હોય.

4. મુખ્ય પીચ પર પ્રેક્ટિસ નહી

કોઈ પણ હોમ ટીમ જે પીચ પર પોતાની પ્રથમ મેચ રમવાની હોય, તેના પર 4 દિવસ પહેલાથી ટ્રેનિંગ કે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

આ પણ વાંચો : શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનો નવો પેંતરો! પોતાની જ સરકારના મંત્રી પર ઢોળ્યો યુદ્ધના દોષનો ટોપલો

5. મુખ્ય વિકેટ ફાળવાશે

ટીમોને રેન્જ હિટિંગ, થ્રો ડાઉન, રન-અપ અને ડ્રીલ્સ માટે અલગથી વિકેટ આપવામાં આવશે. હોમ ટીમને પ્રેક્ટિસ માટે પહેલી પસંદગી મળશે. જો ટીમો એકબીજાની તરત જ પછી પ્રેક્ટિસ કરે, તો તેમને દરેક વખતે નવી તૈયાર કરેલી પીચ પૂરી પાડવામાં આવશે.

6. ખેલાડીઓના પરિવાર અને મિત્રો પર નિયંત્રણો

ખેલાડીઓના પરિવાર અને મિત્રોને ખેલાડીઓ સાથે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખેલાડીઓએ પ્રેક્ટિસ કે મેચ માટે જવા માટે ટીમ બસનો જ ઉપયોગ કરવો પડશે.

7. LED બોર્ડ પાસે બેસવા પર પ્રતિબંધ

મેદાન પર લાગેલા LED બોર્ડ પાસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બેસવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નવા નિયમો આઈપીએલ 2026 ને વધુ રોમાંચક બનાવવાની અપેક્ષા છે. હવે જોવાનું એ રહેશે કે ટીમો આ નવા નિયમોને કેવી રીતે અપનાવે છે.