Sports

સેમસન સાથે અન્યાય અને અભિષેકને 'મોકે પે મોકા'... ટીમ મેનેજમેન્ટ પર ભડક્યાં નિષ્ણાતો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત-ઝિમ્બાબ્વે T20I શ્રેણી ભારતે 3-0થી જીતી, પણ ટીમ પસંદગી વિવાદમાં સપડાઈ છે. સંજુ સેમસનને 1 મેચ આપી બહાર કરાતા અને અભિષેક શર્માને સતત તકો મળતા ક્રિકેટ પંડિતો ગુસ્સે છે. નિષ્ણાતોના મતે, સેમસન સાથે અન્યાય અને પક્ષપાત ભારતીય ડ્રેસિંગ રૂમનું મનોબળ તોડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમસન સાથે અન્યાય અને અભિષેકને 'મોકે પે મોકા'... ટીમ મેનેજમેન્ટ પર ભડક્યાં નિષ્ણાતો

Selection Bias Sparks Outrage: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી 3 મેચોની T20I શ્રેણી ભલે ભારતે 3-0થી ક્લીન સ્વીપ કરીને જીતી લીધી હોય, પરંતુ ટીમ ઇન્ડિયાની પસંદગી પ્રક્રિયા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ક્રિકેટ પંડિતો અને સોશિયલ મીડિયા પર ફેન્સનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે. આ વિવાદનું મુખ્ય કારણ વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન સાથે થઈ રહેલો કથિત અન્યાય અને કમજોર ફોર્મમાં હોવા છતાં યુવા ઓપનર અભિષેક શર્માને મળી રહેલી સતત તકો છે. ટીમ મેનેજમેન્ટના આ બેવડા ધોરણો જોઈને ક્રિકેટ એક્સપર્ટ્સ ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

"એક ખેલાડી માટે અલગ નિયમ અને સેમસન માટે અલગ કેમ?" - એક્સપર્ટ્સનો આક્રોશ

ટીમ પસંદગીના આ પક્ષપાત પર લાલ આંખ કરતાં ક્રિકેટ નિષ્ણાતોએ મેનેજમેન્ટની આકરી આલોચના કરી છે. એક આ વિશે શ્રીકાંતે યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે, "જો અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીને સતત ફ્લોપ જવા છતાં પોતાની જાતને સાબિત કરવા માટે પૂરી શ્રેણીની તમામ 3 મેચો મળી શકતી હોય, તો સંજુ સેમસન જેવા સાબિત થયેલા મેચ-વિનરને માત્ર 1 મેચ આપીને કેમ બહાર બેસાડી દેવામાં આવે છે? આ પ્રકારનું પક્ષપાતી વલણ સિનિયર ખેલાડીઓનું મનોબળ તોડી નાખે છે અને ભારતીય ડ્રેસિંગ રૂમના માહોલને નુકસાન પહોંચાડે છે." નિષ્ણાતોનું માનવું છે કે ટીમમાં સ્થાન મેળવવાના નિયમો બધા માટે સમાન હોવા જોઈએ.

ઝિમ્બાબ્વે પ્રવાસમાં અભિષેક શર્મા ફ્લોપ, છતાં મેનેજમેન્ટ મહેરબાન

જો આંકડાઓ પર નજર કરીએ તો, ઝિમ્બાબ્વે સામેની આ T20I શ્રેણીમાં ઓપનર અભિષેક શર્માને પોતાની તાકાત બતાવવાની સુવર્ણ તક મળી હતી. પરંતુ તે 3 મેચોની આ આખી સીરિઝમાં રન બનાવવા માટે ઝઝૂમતો જોવા મળ્યો હતો. તેણે ફક્ત 11 રન બનાવ્યા છે. પારવપ્લેમાં ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવામાં તે સદંતર નિષ્ફળ રહ્યો હતો અને કમજોર શૉટ્સ રમીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. આમ છતાં, કેપ્ટન અને કોચે તેને ડ્રોપ કરવાને બદલે ત્રણેય મેચોની પ્લેઇંગ 11માં જાળવી રાખ્યો હતો, જે બાબતે ફેન્સને નારાજ કર્યા છે.

સંજુ સેમસનને માત્ર 1 મેચ મળી, છતાં શાનદાર પ્રદર્શન

બીજી તરફ, વર્લ્ડ કપના MVP સંજુ સેમસનની વાર્તા હંમેશની જેમ જ અન્યાયી રહી છે. શ્રેણીની શરૂઆતની 2 મેચોમાં સેમસનને પ્લેઇંગ 11માંથી બહાર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લી અને 3જી નિર્ણાયક T20I મેચમાં જ્યારે તેને તક આપવામાં આવી, ત્યારે તેણે પ્રેશરથી ભરપૂર સ્થિતિમાં મધ્યમ ક્રમમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટીમના સ્કોરને 193 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમ છતાં, ભૂતકાળના રેકોર્ડ્સ દર્શાવે છે કે સેમસનને એકાદ મેચ ખરાબ જાય કે તરત જ ટીમમાંથી પડતા મૂકવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફેન્સ સતત કેપ્ટન અને સિલેક્ટર્સ વિરુદ્ધ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે અને સેમસનને પ્લેઇંગ 11માં કાયમી સ્થાન આપવાની માંગ કરી રહ્યા છે.