Sports

CWGમાં ભારતીય દીકરીઓનો દબદબો, જેસમિન લંબોરિયા, અને પ્રીતિ પવારે બોક્સિંગમાં મેળવ્યો 7મો ગોલ્ડ

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. પ્રીતિ પવારે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, ત્યારબાદ જેસમિન લંબોરિયાએ પણ 57 kg ભારવર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ગ્લાસગોમાં યોજાયેલી આ રમતોમાં ભારતે કુલ 7 ગોલ્ડ, 12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CWGમાં ભારતીય દીકરીઓનો દબદબો, જેસમિન લંબોરિયા, અને પ્રીતિ પવારે બોક્સિંગમાં મેળવ્યો 7મો ગોલ્ડ

Commonwealth Games 2026 : પ્રીતિ પવારે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેણે ફાઇનલમાં કેનેડાની ડેલગાડો સવાનાહને ખૂબ જ સરળતાથી હરાવી દીધી છે. પ્રીતિએ પોતાની બાઉટના ત્રણેય રાઉન્ડમાં દબદબો બનાવી રાખ્યો, અને તમામ 5 જજોએ પ્રીતિના પક્ષમાં નિર્ણય આપ્યો. આ પ્રથમ વખત છે, જ્યારે 22 વર્ષીય પ્રીતિએ કૉમનવેલ્થ ગેમ્સમાં કોઈ મેડલ જીત્યો છે. પ્રથમ રાઉન્ડમાં તેણે મલાવીની એથલીટને નોકઆઉટ કરી દીધી હતી. ત્યારપછી નોર્ધન આયર્લેન્ડ અને પછી ઝામ્બિયાની એથલીટ પર એકતરફી અંદાજમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

પહેલા રાઉન્ડથી જ શાનદાર પ્રદર્શન

પ્રીતિએ પ્રથમ રાઉન્ડથી જ કેનેડાની બોક્સરને પંચ મારવાની તક આપી નહોતી. તે વિશ્વની ત્રીજા નંબરની બોક્સર છે, અને એક વર્લ્ડ ચેમ્પિયન બોક્સરની જેમ રમી. તેણે ગયા વર્ષે વર્લ્ડ બોક્સિંગ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કુલ 14 બોક્સરોએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો, જેમાંથી 10 બોક્સરોએ ફાઇનલમાં જગ્યા બનાવી છે.

ભારતનો 6ઠ્ઠો ગોલ્ડ મેડલ

પ્રીતિ પવારે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને બોક્સિંગનો પહેલો મેડલ અપાવ્યો. બીજી તરફ જેસમિન લંબોરિયાએ પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જેથી આ રમતોમાં ભારત પાસે હવે કુલ 7 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. મેડલ ટેલીમાં ભારત હવે 7 ગોલ્ડ, 12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે.

પ્રીતિ પવારની વાત કરીએ તો, તેને પહેલી ઓળખ 2022 એશિયન ગેમ્સમાં મળી, જ્યારે તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તે અંડર-22માં એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ બોક્સિંગ કપમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂકી છે.

પ્રીતિ બાદ જેસમિન લંબોરિયાએ ગોલ્ડ પર કર્યો કબ્જો

બોક્સિંગમાં પ્રીતિ પવારના ગોલ્ડ મેડલ જીત્યા બાદ વધુ એક ખુશખબરી સામે આવી છે. ગ્લાસગો શહેરમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા બોક્સિંગના 57 kg ભારવર્ગની ફાઇનલમાં જેસમિન લંબોરિયાએ નૉર્ધન આયર્લેન્ડની મિકેલા વૉલ્શને હરાવીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલ મેચમાં જેસમિન સામે મિકેલા વૉલ્શ સામે પહેલો રાઉન્ડ પોતાના નામે કર્યો, જેમાં 5 માંથી 3 જજોએ જેસમિનના પક્ષમાં ફેંસલો આપ્યો. બીજા રાઉન્ડમાં પણ 5 માંથી 3 જજોએ જેસમિનના પક્ષમાં સ્કોર આપતાં તે 20-18ની લીડ સાથે આખરી રાઉન્ડમાં પહોંચી હતી અને શાનદાર જીત હાંસલ કરી હતી.

બોક્સિંગનો વારસો અને સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બોક્સર

હરિયાણાના ભિવાની જિલ્લાની રહેવાસી જેસમિન એશિયાઈ રમતોના ગોલ્ડ મેડાલિસ્ટ હવા સિંહની પપૌત્રી છે. તેના કાકા સંદીપ સિંહ અને પરવિંદર સિંહ પણ રાષ્ટ્રીય સ્તરના બોક્સર રહી ચૂક્યા છે.
વર્ષ 2022 બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, જેસમિન ભારતીય સેનામાં સામેલ થનારી પ્રથમ મહિલા બોક્સર બની હતી. તેને કૉર ઓફ મિલિટરી પોલીસ (CMP) માં સામેલ કરવામાં આવી હતી.