Sports

IND vs PAK: પ્લેઈંગ-11માં મોટું સરપ્રાઈઝ આપશે ટીમ ઈન્ડિયા? પાકિસ્તાન 5 સ્પિનર્સ ઉતારે તેવી શક્યતા

By GS Team
15 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC મેન્ચ T20 વર્લ્ડ કપ 2026 રવિવારે(15 ફેબ્રુઆરી) ગ્રુપ સ્ટેજની હાઈવોલ્ટેજ મેચ રમાશે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમાં આ મેચ રમાવાની છે. જેમાં ભારતીય સમયાનુસાર 6:30 વાગ્યે ટોસ કરવામાં આવશે. તેવામાં પ્લેઈંગ-11માં ટીમ ઈન્ડિયા મોટું સરપ્રાઈઝ આપી શકે. જ્યારે પાકિસ્તાન 5 સ્પિનર્સ ઉતારે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK: પ્લેઈંગ-11માં મોટું સરપ્રાઈઝ આપશે ટીમ ઈન્ડિયા? પાકિસ્તાન 5 સ્પિનર્સ ઉતારે તેવી શક્યતા

India vs Pakistan T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC મેન્ચ T20 વર્લ્ડ કપ 2026 રવિવારે(15 ફેબ્રુઆરી) ગ્રુપ સ્ટેજની હાઈવોલ્ટેજ મેચ રમાશે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમાં આ મેચ રમાવાની છે. જેમાં ભારતીય સમયાનુસાર 6:30 વાગ્યે ટોસ કરવામાં આવશે. તેવામાં પ્લેઈંગ-11માં ટીમ ઈન્ડિયા મોટું સરપ્રાઈઝ આપી શકે. જ્યારે પાકિસ્તાન 5 સ્પિનર્સ ઉતારે તેવી શક્યતા છે.

અભિષેક શર્મા સંપૂર્ણ રીતે સ્વસ્થ 

ભારત અને પાકિસ્તાન મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળશે. અભિષેક શર્મા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે, તેને 14 ફેબ્રુઆરીએ નેટ-પ્રેક્ટિસ પણ કરી હતી. જેમાં અભિષેકની વાપસીના કારણે સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર રાખવામાં આવશે તે નક્કી છે.

ટીમ ઈન્ડિયામાં પ્લેઈંગ-11માં ત્રણ સ્પિનર્સ જોવા મળી શકે

આર. પ્રેમદાસા સ્ટેડિયની પિચ સ્પિનર્સ ફ્રેન્ડલી છે. તેવામાં ભારતીય ટીમ કુલદીપ યાદવને પણ આ મેચમાં ઉતારી શકે છે. આમ, પ્લેઈંગ-11માં ત્રણ સ્પિનર્સ જોવા મળી શકે છે. જો કુલદીપ રમે છે તો ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને બહાર બેસવું પડશે. જ્યારે જસપ્રિત બુમરાહ સાથે હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકે છે. આ સાથે ભારત પાસે પેસ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં શિવમ દુબેનો ઓપ્શન પણ છે.

આ પણ વાંચો: IND vs PAK: સૂર્યકુમારે ઉસ્માન તારિકની ઉતારી નકલ, મેચ પહેલા પ્રેક્ટિસ સેશનનો વીડિયો વાઈરલ

પાકિસ્તાની ટીમની રણનીતિ

બીજી તરફ, પાકિસ્તાની ટીમ આ મેચમાં પાંચ સ્પિનર્સ શાદાબ ખાન, ઉસ્માન તારિક, અબરાર અહેમદ, સેમ અયૂબ અને મોહમ્મદ નવાજ સાથે ઉતરી શકે છે. જેમાં સેમ અયૂબ પણ સારીએવી બોલિંગ કરી લે છે. આમ, પાકિસ્તાન પાસે પાંચ સ્પિનર્સનો વિકલ્પ છે. પાકિસ્તાની ટીમે સંયુક્ત રાજ્ય અમેરિકા સામે પણ રણનીતિ અપવાની હતી, જેમાં તેઓ પાંચ સ્પિનર્સ સાથે ઉતર્યા હતા.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચને લઈને કહ્યું કે, "રવિવારે મેચ શરૂ થશે. જેને લઈને અમને કોઈ દબાણ નથી અને ચિંતા નથી. આ એક મોટો અવસર છે."

પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી અગાએ કહ્યું કે, "મને નીંદ તો નથી આવી, પરંતુ મેરી દાઢીના કેટલાક વાળ સફેદ થઈ ગયા છે. ટીમના કેપ્ટન હોવું અને 250-260 મિલિયન લોકોનું પ્રતિનિધત્વ કરવું એ એક મોટી જવાબદારી છે. દેશ માટે જ્યારે ભાગ લઈ રહ્યા હોય અને ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હોય ત્યારે જવાબદારીથી ભાગી ન શકાય. "

આ પણ વાંચો: ગંભીરે બનાવ્યો ટીમ ઈન્ડિયાનો 'માસ્ટર પ્લાન', 5 નબળાઈને ટારગેટ કરી પાકિસ્તાનનો કરશે ખેલ ખતમ

મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ/કુલદીપ યાદવ.

મેચ માટે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11: સેમ અયૂબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક અને અબરાર અહેમદ.