Sports

IND vs PAK: સૂર્યકુમારે ઉસ્માન તારિકની ઉતારી નકલ, મેચ પહેલા પ્રેક્ટિસ સેશનનો વીડિયો વાઈરલ

By GS Team
14 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં એક પાકિસ્તાની ખેલાડીના બોલિંગની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. જે ખેલાડીએ માત્ર 4 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટી20 વર્લ્ડ કપના પહેલા જ મુકાબલાથી પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકની અજીબ બોલિંગ એક્શન સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આજે શનિવારે મેચ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પ્રેસ કોન્ફરન્સમાં સવાલોનો સામનો કર્યો હતો જેમાં સ્પિનર ઉસ્માન તારિક અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK: સૂર્યકુમારે ઉસ્માન તારિકની ઉતારી નકલ, મેચ પહેલા પ્રેક્ટિસ સેશનનો વીડિયો વાઈરલ

IND vs PAK: ભારત પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં એક પાકિસ્તાની ખેલાડીના બોલિંગની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. જે ખેલાડીએ માત્ર 4 ઈન્ટરનેશનલ મેચ રમી છે.  ટી20 વર્લ્ડ કપના પહેલા જ મુકાબલાથી પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકની અજીબ બોલિંગ એક્શન સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આજે શનિવારે મેચ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પ્રેસ કોન્ફરન્સમાં સવાલોનો સામનો કર્યો હતો જેમાં સ્પિનર ઉસ્માન તારિક અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

બોલિંગ એક્શન સવાલોના ઘેરામાં

રવિવાર 15 ફેબ્રુઆરીના દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે, ત્યારે શાહીન શાહ આફ્રિદી કે નસીમ શાહ કરતા વધુ નજર ઉસ્માન તારિક પર રહેશે. તેનો સાઇડ-આર્મ એક્શન અને બોલ રિલીઝ કરતા પહેલા થોડી રોકાઈ જવાન એક્શને વર્લ્ડ કપ શરૂ થતા પહેલાથી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને પણ તેની એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે, પાછળથી ગ્રીને આ માટે માફી માંગી લીધી હતી.

તારિકનો સામનો કરવા ટીમ ઈન્ડિયા સજ્જ

ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઉસ્માન તારિકનો સામનો કરશે, જેને ધ્યાનમાં રાખીને મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની સ્પિનરનો સામનો કરવાની ખાસ તૈયારી કરી હતી. આ માટે ખુદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે તારિકની એક્શનની આબેહૂબ નકલ કરીને રિંકુ સિંહ અને અભિષેક શર્મા સહિતના ડાબોડી બેટ્સમેનોને ખાસ પ્રેક્ટિસ કરાવી હતી. કેપ્ટન ઉપરાંત અન્ય નેટ બોલરોએ પણ આ પ્રકારની એક્શન સાથે બોલિંગ કરીને બેટરોને ખૂબ જ પ્રેક્ટિસ કરાવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

કેપ્ટન સૂર્યકુમારે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પહેલા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉસ્માન તારિકને લઈને સવાલ ઉઠ્યો હતો. એક પાકિસ્તાની પત્રકારે કેપ્ટન સૂર્યકુમારને પૂછ્યું હતું કે, તેઓ ઉસ્માન તારિક જેવા 'સિલેબસની બહારના' બોલર સાથે કેવી રીતે નિપટશે. આના જવાબમાં ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે તે અલગ પ્રકારનો બોલર છે, પરંતુ ટીમ ઈન્ડિયા આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તે આવા અલગ એક્શનવાળા બોલર સામે સરેન્ડર કરવાના નથી.

કોણ છે  ઉસ્માન તારિક?

-થોડા અઠવાડિયા પહેલા જ ઈન્ટરનેશનલ ડેબ્યૂ

-બોલિંગ એક્શનથી વિવિધ લીગ દ્વારા ઓળખ ઊભી કરી

-અત્યાર સુધીની 4 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ બોલરે 11 વિકેટ ઝડપી

કુલ 42 ટી20 મેચોમાં તેણે 70 વિકેટો ઝડપી 

ખાસ કરીને ટીમ ઈન્ડિયામાં ડાબોડી બેટ્સમેનોની સંખ્યા વધુ હોવાથી આ ઓફ સ્પિનરને રમવો અઘરો પડી શકે પણ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશનનો વીડિયો જોતાં લાગે છે કે ટીમે ઉસ્માન તારિકને ધોવા માટે ભરપૂર તૈયારી કરી લીધી છે.