Sports

IND vs NED: અમદાવાદમાં નેધરલેન્ડ સામે ભારતની 17 રને જીત, વરુણ-શિવમ દૂબેનું શાનદાર પ્રદર્શન

By GS Team
18 Feb 20264 mins read
TukuTouch Logo
ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ આજે(18 ફેબ્રુઆરી) ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર થયા છે. કુલદીપ યાદવની સાથે વાઇસ કેપ્ટન અક્ષર પટેલ બહાર થયો છે. અર્શદીપ સિંહની વાપસી થઈ છે અને વોશિંગ્ટન સુંદર પણ રમી રહ્યો છે. હાલ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા છે. જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 6 વખત પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs NED: અમદાવાદમાં નેધરલેન્ડ સામે ભારતની 17 રને જીત, વરુણ-શિવમ દૂબેનું શાનદાર પ્રદર્શન
Image Source: IANS

IND vs NED Cricket Match in Ahmedabad: ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ આજે(18 ફેબ્રુઆરી) ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, જેમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે  20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા, 194 રનનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન જ બનાવી શકી હતી. ભારતનો 17 રને વિજય થયો હતો. ટી20 વર્લ્ડકપ 2026માં આ ભારતની સતત ચોથી જીત છે.

ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલદીપ યાદવ, વાઇસ કેપ્ટન અક્ષર પટેલની જગ્યાએ અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદરને ચાન્સ અપાયો હતો, ભારત તરફથી શિવમ દુબેએ 66 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. વરુણ ચ્રકવર્તીએ 3 તો શિવમ દૂબેએ 2 વિકેટ ખેરવી, બૂમરાહ, હાર્દિકની 1-1 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.

હવે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ સુપર 8ના પહેલા મુકાબલામાં ભારતની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. ICC ટી20 વર્લ્ડકપમાં ભારત અને સાઉથ આફ્રિકા 7 વખત આમને સામને આવ્યા છે જેમાં ભારત 5 તો સાઉથ આફ્રિકા 2 વખત જીત્યું છે. 


 IND vs NED Match Updates 

નેધરલેન્ડ્સ ટીમની ઈનિંગ

નેધરલેન્ડની સાતમી વિકેટ

છેલ્લી 20મી ઓવર શિવમ દુબેને આપવામાં આવી હતી, ચોથા બોલ પર ઝેક લાયન-કેશેટ વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.

છઠ્ઠી વિકેટ: બૂમરાહે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને બોલ્ડ કર્યો

વિકેટ કીપર અને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ બૂમરાહની બોલિંગ પર શિકાર થયો, 15 રન પર બૂમરાહે બોલ્ડ આઉટ કરી પેવેલિયન ભેગો કર્યો

નેધરલેન્ડની પાંચમી વિકેટ પડી

નેધરલેન્ડનો આક્રમક બેટર બાસ ડી લીડા 33 રને આઉટ થયો, શિવમ દુબેના બોલ પર વરુણે સ્લીપમાં કેચ લપક્યો, હવે 36 બોલમાં 82 રનની જરૂર

નેધરલેન્ડને લાગ્યો ત્રીજો-ચોથો ઝટકો 

વરુણ ચ્રકવર્તીએ ઉપરાછાપરી નેધરલેન્ડને બે ઝટકા આપ્યા હતા, પહેલા એકરમૈન રીન્કુસિંહના હાથે કેચ આઉટ થયો બાદમાં આર્યન દત્તના ડાંડિયા પહેલા જ બોલ પર ડૂલ થયા હતા, વરુણ ચ્રકવર્તીને કુલ ત્રણ વિકેટ ખેરવવામાં સફળતા મળી હતી. 


નેધરલેન્ડની બીજી વિકેટ ખરી

હાર્દિક પંડયાએ મિચેલ લેવિટને 24 રને આઉટ કર્યો, વોશિંગ્ટન સુંદરે બાઉન્ડ્રી પર શાનદાર કેચ લપક્યો


નેધરલેન્ડની પહેલી વિકેટ પડી

પાવરપ્લેની છેલ્લી ઓવરમાં વરુણ ચ્રકવર્તીએ ચોથા બોલ પર નેધરલેન્ડની પહેલી વિકેટ ચટકાવી હતી. વરુણે મેક્સ ઓ ડાઉડને બોલ્ડ આઉટ કર્યો, જેને 18 બોલમાં 20 રન બનાવ્યા હતા.

નેધરલેન્ડ્સની ઈનિંગ શરૂ

નેધરલેન્ડ્સની ઈનિંગ શરૂ થઈ છે. લેવિટ અને ઓ ડાઉડ ઓપનિંગ કરી રહ્યા છે.

ભારતીય ટીમની ઈનિંગ

ભારતીય ટીમે નેધરલેન્ડ્સને આપ્યો 194 રનનો ટાર્ગેટ

સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા છે. ભારતે નેધરલેન્ડ્સને 194 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડ્યા આઉટ

ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 21 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો છે.

ભારતીય ટીમને પાંચમો ઝટકો, શિવમ દુબે આઉટ

ભારતીય ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. શિવમ દુબે 31 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો છે. હાલ, હાર્દિક પંડ્યા અને રિંકૂ સિંહ ક્રીઝ પર છે.

ભારતીય ટીમને ચોથો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર યાદવ આઉટ

ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો છે. હાલ, શિવમ દુબે અને હાર્દિક પંડ્યા ક્રીઝ પર છે.

10 ઓવર પછી ભારત - 74/3

ભારતીય ઇનિંગ્સની 10 ઓવર પૂર્ણ થઈ ગઈ છે. ભારતનો સ્કોર 74 રન છે અને 3 વિકેટ પડી ગઈ છે. સૂર્યકુમાર યાદવ 20 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યા છે અને શિવમ દુબે 3 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યા છે.

ભારતીય ટીમને ત્રીજો ઝટકો, તિલક વર્મા આઉટ

ભારતીય ટીમે ત્રીજી વિકેટ ગુમાવી છે. તિલક વર્મા 27 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો છે. હાલ, શિવમ દુબે અને સૂર્યકુમાર ક્રીઝ પર છે.

પાવરપ્લેમાં ભારત - 51/2

6 ઓવરની મેચ પૂર્ણ થઈ ગઈ છે. ભારતે 2 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા છે. અભિષેક શર્મા શૂન્ય રન બનાવીને અને ઈશાન કિશન 18 રન બનાવીને આઉટ થયો હતો. બંને વિકેટ આર્યન દત્તે લીધી હતી.

ભારતીય ટીમને બીજો ઝટકો, ઈશાન કિશન આઉટ

આર્યન દત્તે વધુ એક મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી છે. તેણે પાંચમી ઓવરના બીજા બોલ પર ઈશાન કિશનને આઉટ કર્યો. ઈશાને 7 બોલમાં 18 રન બનાવ્યા હતા, પરંતુ એક મોટી ઈનિંગ ન રમી શક્યો. 39 રન પર ભારતની બીજી વિકેટ પડી છે. હાલ, ભારતનો સ્કોર 50ને પાર છે. સૂર્યકુમાર અને તિલક વર્મા ક્રીઝ પર છે.

ભારતીય ટીમને પહેલો ઝટકો: અભિષેક શર્મા શૂન્ય પર આઉટ

અભિષેક શર્મા અને ઈશાન કિશને ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. નેધરલેન્ડ્સના બોલર આર્યન દત્તની પહેલી ઓવરમાં જ અભિષેક શર્માને બોલ્ડ કરી દીધો છે. T20 વર્લ્ડ કપ 2026માં અભિષેક સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો છે.

ભારતની પ્લેઇંગ 11

અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

નેધરલેન્ડ્સની પ્લેઇંગ 11

માઇકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), જેક લિયોન-કૈશેટ, નોઆ ક્રોસ, રોલોફ વાન ડેર મર્વ, લોગન વૈન બીક, આર્યન દત્ત, કાયલ ક્લેન.