Get The App

U19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતનો સૌથી મોટો સ્કોર, ઈંગ્લેન્ડને જીત માટે 412 રનનો ટાર્ગેટ, વૈભવની 175 રનની ઈનિંગ

411/9 (50.0 overs)

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
U19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતનો સૌથી મોટો સ્કોર, ઈંગ્લેન્ડને જીત માટે 412 રનનો ટાર્ગેટ, વૈભવની 175 રનની ઈનિંગ 1 - image


India vs England | U19 World Cup Final 2026: ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની ફાઈનલમાં ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલા આ મહામુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 411 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. આ ફાઈનલ મેચમાં ભારતે એટલો મોટો સ્કોર બનાવ્યો છે જે અત્યાર સુધીના અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાઈનલ મેચનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આમ, ભારતે ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 412 રનનો પહાડ જેવો લક્ષ્યાંક રાખ્યો છે. 

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક 175 રનની ઈનિંગ

આ ઐતિહાસિક સ્કોર પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.

આ પણ વાંચો: હર્ષિત રાણા OUT, સિરાજની થઈ શકે છે 'વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી'! T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર

ભારતીય બેટરોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું, જેને કારણે ટીમ 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. હવે ઈંગ્લેન્ડ સામે 412 રનનો પીછો કરવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ભારતીય બોલરો જો શિસ્તબદ્ધ બોલિંગ કરશે, તો ભારત ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહેશે. સમગ્ર ક્રિકેટ જગતમાં અત્યારે વૈભવ સૂર્યવંશીની આ ઈનિંગ અને ભારતના આ રેકોર્ડ સ્કોરની ચર્ચા થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાની ઈનિંગ

U19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતનો સૌથી મોટો સ્કોર, ઈંગ્લેન્ડને જીત માટે 412 રનનો ટાર્ગેટ, વૈભવની 175 રનની ઈનિંગ 2 - image