Sports

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં સંજુ-ઈશાન સહિત ગુજરાતના 3 સ્ટાર ખેલાડીઓની મહત્ત્વની ભૂમિકા

By GS Team
9 Mar 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને રેકોર્ડબ્રેક ત્રીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આખી ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી, જેમાં અમુક ખાસ 'મેચ વિનર્સ'ના કારણે ભારત આજે ચેમ્પિયન બન્યું છે, તેમના વિષે જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં સંજુ-ઈશાન સહિત ગુજરાતના 3 સ્ટાર ખેલાડીઓની મહત્ત્વની ભૂમિકા
(IMAGE - IANS)

Indian team heroes of T20 World Cup: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને રેકોર્ડબ્રેક ત્રીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આખી ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી, જેમાં અમુક ખાસ 'મેચ વિનર્સ'ના કારણે ભારત આજે ચેમ્પિયન બન્યું છે, તેમના વિષે જાણીએ.

(IMAGE - IANS)

1. સંજુ સેમસન

આ લિસ્ટમાં પ્રથમ નામ વિકેટકીપર સંજુ સેમસનનું છે. શરૂઆતમાં તક ન મળવા છતાં, સુપર-8માં વાપસી કરીને તેણે ટીમ ઇન્ડિયાનું ભાગ્ય બદલી નાખ્યું. સેમિ ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 42 બોલમાં 89 રન અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 46 બોલમાં 89 રનની ઐતિહાસિક ઇનિંગ રમી તે સૌથી મોટો મેચ-વિનર સાબિત થયો. ટૂર્નામેન્ટમાં સતત ત્રણ ફિફ્ટી સાથે કુલ 321 રન બનાવીને તેણે ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

(IMAGE - IANS)

2. જસપ્રીત બુમરાહ

આ લિસ્ટમાં બીજું નામ 'યોર્કર કિંગ' અને ગુજરાતનું ગૌરવ એવા જસપ્રીત બુમરાહનું છે, જેણે ફરી સાબિત કર્યું કે તે કેમ સર્વશ્રેષ્ઠ છે. સેમિ ફાઈનલમાં કરકસરયુક્ત બોલિંગ બાદ ફાઈનલમાં આ ગુજરાતી બોલરે તરખાટ મચાવતા 4 ઓવરમાં માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી હતી. રચિન રવીન્દ્રની વિકેટ લઈને તેણે મેચ જ પલટી નાખી હતી. આખી ટૂર્નામેન્ટમાં તેના સચોટ યોર્કર્સ વિરોધીઓ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયા અને તે કુલ 14 વિકેટ સાથે મોખરે રહ્યો હતો.

(IMAGE - IANS)

3. ઈશાન કિશન

ICC T20 વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશન ટીમ ઇન્ડિયા માટે 'તુરુપનો એક્કો' સાબિત થયો. તેણે સેમિ ફાઈનલમાં 18 બોલમાં 39 રન અને ફાઈનલમાં માત્ર 25 બોલમાં 54 રન ફટકારી ભારતને 255 રનના રેકોર્ડ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં બે શાનદાર કેચ ઝડપી તેણે જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. કિશન આખી ટૂર્નામેન્ટમાં કુલ 317 રન સાથે ચોથો હાઈએસ્ટ સ્કોરર રહ્યો હતો.

(IMAGE - IANS)

4. અક્ષર પટેલ

T20 વર્લ્ડ કપ 2026માં ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થયો. સેમિ ફાઈનલમાં બે અવિશ્વસનીય કેચ પકડીને તેમણે મેચનો પાસો પલટી નાખ્યો હતો, જ્યારે ફાઈનલમાં પાવરપ્લેમાં જ 2 મહત્ત્વની વિકેટ ઝડપીને કીવી ટીમની કમર તોડી નાખી હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલે આ ટૂર્નામેન્ટની 7 મેચમાં કુલ 11 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર કરોડોનો વરસાદ, ન્યૂઝીલેન્ડને પણ બમ્પર પ્રાઈઝ મની

(IMAGE - IANS)

5. હાર્દિક પંડ્યા

ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર ભૂમિકા ભજવી હતી. સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તેણે છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારીને માત્ર સ્કોરને 250ને પાર જ ન પહોંચાડ્યો, પરંતુ બોલિંગમાં 19મી ઓવર ફેંકતી વખતે એક જબરદસ્ત રન-આઉટ પણ કર્યો, જેણે ભારતની જીત પાકી કરી દીધી હતી. ફાઈનલમાં પણ તેણે બેટિંગમાં યોગદાન આપવાની સાથે બોલિંગમાં મહત્ત્વની વિકેટો ઝડપી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહીને પ્રદર્શન કરવાની તેની ક્ષમતાએ તેને ટીમનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી બનાવી રાખ્યો છે.

(IMAGE - IANS)

6. શિવમ દુબે

શિવમ દુબેએ પોતાની પાવર-હિટિંગથી ભારતીય મધ્યક્રમને મજબૂતી આપી હતી. સેમિ ફાઈનલમાં 25 બોલમાં 43 રન બનાવ્યા બાદ ફાઈનલમાં તેની અસલી ચમક જોવા મળી હતી, જ્યાં તેણે અંતિમ ઓવરમાં માત્ર 8 બોલમાં 26 રન ઝીંકી દીધા હતા. તેની આ આક્રમક ઇનિંગના પ્રતાપે જ ભારત T20 વર્લ્ડ કપ ફાઈનલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું.