ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો; T20, ટેસ્ટ અને ઓલરાઉન્ડરમાં નંબર-1
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ICC Rankings: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો જોરદાર દબદબો જોવા મળ્યો છે. ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં થઈને કુલ પાંચ ભારતીય ખેલાડીઓ વિશ્વમાં પહેલા ક્રમે છે. જોકે, ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. તે લાંબા સમય પછી T20 રેન્કિંગમાં ટોચના 10માંથી બહાર થઈ ગયો છે.
ભારતીય ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર એમ ત્રણેય વિભાગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
| ખેલાડીનું નામ | ફોર્મેટ | કેટેગરી | રેન્ક |
| રોહિત શર્મા | ODI (વનડે) | બેટર | 1 |
| અભિષેક શર્મા | T20 | બેટર | 1 |
| જસપ્રીત બુમરાહ | ટેસ્ટ | બોલર | 1 |
| વરુણ ચક્રવર્તી | T20 | બોલર | 1 |
| રવિન્દ્ર જાડેજા | ટેસ્ટ | ઓલરાઉન્ડર | 1 |
સૂર્યકુમાર યાદવ ટોપ-10 માંથી આઉટ!
ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ સમય કપરો સાબિત થઈ રહ્યો છે. લાંબા સમય સુધી નંબર-1 રહેલો સૂર્યા હવે ટોપ-10 ની યાદીમાંથી પણ બહાર થઈ ગયો છે. આ વર્ષે 21 મેચોમાં તેણે માત્ર 13 ની સરેરાશથી 218 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની સીરિઝની 4 ઇનિંગ્સમાં તે માત્ર 34 રન જ બનાવી શક્યો હતો.
બુમરાહ અને વરુણ ચક્રવર્તીના સિંહાસન પર જોખમ
નંબર-1 હોવા છતાં બે ભારતીય બોલરો પર અન્ય દેશના ખેલાડીઓ દબાણ બનાવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ (879 પોઈન્ટ) ટેસ્ટમાં ટોચ પર છે, પરંતુ એશિઝ સીરિઝમાં તરખાટ મચાવનાર પેટ કમિન્સ 849 પોઈન્ટ સાથે બીજા ક્રમે આવી ગયો છે. બુમરાહ અને કમિન્સ વચ્ચે માત્ર 30 પોઈન્ટનું અંતર છે. જ્યારે ટી20ના નંબર-1 બોલર વરુણ ચક્રવર્તીના રેટિંગ પોઈન્ટ 818થી ઘટીને 804 થઈ ગયા છે. જો કે, બીજા ક્રમે રહેલા જેકબ ડફી અને વરુણ વચ્ચે હજુ પણ મોટું અંતર હોવાથી તેનું સ્થાન હાલ પૂરતું સુરક્ષિત જણાય છે.









