પાંચમી T20માં ભારતની 56 રને હાર, ઇંગ્લેન્ડે 4-0થી જીતી સીરિઝ, બટલર-બ્રુક મેચના હીરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs England 5th T20 Highlights : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં T20 સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ છે. ઇંગ્લેન્ડ સામે ભારતે 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમે 56 રને T20 મેચમાં પોતાની જીત હાંસલ કરી છે. ઇંગ્લેન્ડે આ મેચમાં ધમાકેદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 257 રન બનાવી નાંખ્યા હતા. આ T20 ઇન્ટરનેશનલમાં ભારત સામે ઇંગ્લેન્ડનો સૌથી મોટો સ્કોર રહ્યો હતો . ઇંગ્લેન્ડ માટે જોસ બટલર અને હેરી બ્રૂકે ઇતિહાસ રચી દીધો હતો. બટલરે 64 બોલમાં 131 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જ્યારે બ્રૂકે 45 બોલમાં અણનમ 95 રન બનાવ્યા હતા.
પાંચમી T20માં પણ ટીમ ઇન્ડિયાની ફીલ્ડિંગ એકદમ નબળી રહી, અને શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પણ અત્યંત ખરાબ રહી. ભારતીય ખેલાડીઓએ આ મેચમાં પણ ઘણા કેચ છોડ્યા હતા. પહેલાથી જ સિરીઝ ગુમાવી ચૂકેલી ટીમ ઇન્ડિયાની ફીલ્ડિંગ એકવાર ફરી સામાન્ય કક્ષાની રહી હતી. બીજી તરફ કેપ્ટન શ્રેયસ અય્યર ફરી એકવાર બોલરોનો સાચો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ મેચમાં ટીમ ઇન્ડિયા ચાર સ્પેશિયાલિસ્ટ બોલરો સાથે ઉતરી હતી. શિવમ દુબે અને સૂર્યાંશ શેડગે બોલિંગના અન્ય વિકલ્પો હતા. શેડગેએ પોતાની પ્રથમ ઓવરમાં ત્રણ રન આપ્યા, તો અય્યરે તેને બોલિંગમાંથી રોકી દીધો. અક્ષર પટેલ પોતાની પ્રથમ બે ઓવરમાં જ 34 રન આપી ચૂક્યો હતો, જેમાં પોતાની બીજી ઓવરમાં અક્ષરે 25 રન આપ્યા હતા. આમ છતાં પણ કેપ્ટન અય્યરે તેની પાસે પૂરી ચાર ઓવર બોલિંગ કરાવી. અક્ષરે ચાર ઓવરમાં 63 રન લૂંટાવ્યા. શિવમ દુબે પાસે 18 ઓવર સુધી અય્યરે બોલિંગ ન કરાવી, અને તેને સીધી 19મી ઓવર સોંપવામાં આવી. મેચમાં અય્યરે આ પ્રકારના ઘણા સાધારણ નિર્ણયો લીધા.
ઈંગ્લેન્ડની ટીમ બની નંબર 1
ઇંગ્લેન્ડે ભારતને પાંચમી T20 મેચમાં 56 રનથી હરાવી દીધું છે. આ જીતની સાથે જ ઇંગ્લેન્ડે 5 મેચોની સિરીઝ 4-0 થી પોતાના નામે કરી લીધી છે. પાંચમી T20 હારવાની સાથે જ ICC T20 રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો ખતમ થઈ ગયો છે. હવે ઇંગ્લેન્ડ T20 ફોર્મેટમાં દુનિયાની નંબર-1 ટીમ બની ગઈ છે. સાઉથમ્પટનમાં રમાયેલા આ મુકાબલામાં ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતની આખી ટીમ 201 રન જ બનાવી શકી હતી.
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ
ભારતીય ટીમ ફેબ્રુઆરી 2022માં T20 ફોર્મેટની નંબર-1 ટીમ બની હતી. લગભગ સાડા ચાર વર્ષનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ કોઈ પણ T20 રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાને પછાડી શક્યું નહોતું. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે 2 વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે આ સિરીઝ જીતીને માત્ર ટીમ ઇન્ડિયાની બાદશાહતનો જ અંત નથી આણ્યો, બલ્કે તે દુનિયાની નવી નંબર-1 ટીમ પણ બની ગઈ છે.
ભારત 4-0 થી સિરીઝ હાર્યું
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને ઇંગ્લેન્ડના હાથે T20 સિરીઝમાં 0-4 થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા આયર્લેન્ડ પ્રવાસ પર પણ ભારતીય ટીમ 0-2 થી સિરીઝ હારી ગઈ હતી. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદની ભેટ ચડી ગઈ હતી, જે બાદ ટીમ ઇન્ડિયા બાકીના ચારેય મુકાબલા હારી ગઈ હતી.
બટલર અને બ્રૂકની ઐતિહાસિક ભાગીદારી, બનાવ્યો નવો રેકોર્ડ
જોસ બટલર અને હેરી બ્રૂકે બીજી વિકેટ માટે 233 રનની ઐતિહાસિક ભાગીદારી કરી. T20 ઇન્ટરનેશનલમાં ઇંગ્લેન્ડની આ કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. એટલું જ નહીં, આ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ માટે પહેલીવાર બેવડી સદીની (200થી વધુ રનની) ભાગીદારી થઈ હતી. બટલરે T20 ઇન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે હવે ભારત સામે T20 મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનારો બેટ્સમેન બની ગયો છે. બટલરે 64 બોલમાં 131 રનની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. જ્યારે હેરી બ્રૂકે 45 બોલમાં અણનમ 95 રનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગા ઝીંક્યા.

ભારત માટે પ્રિન્સ યાદવે ચાર ઓવરમાં 60 રન આપ્યા. અક્ષર પટેલ સૌથી મોંઘો સાબિત થયો, તેણે ચાર ઓવરમાં 63 રન આપી દીધા. સૂર્યાંશ શેડગેએ 3 ઓવરમાં 39 રન લૂંટાવ્યા. જ્યારે શિવમ દુબેએ એક ઓવરમાં 22 રન આપીને બે વિકેટ ઝડપી. અર્શદીપ સિંહે 33 અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 38 રન આપ્યા હતા.









