ભારત-ઈંગ્લેન્ડ વનડેનો સમય બદલાયો, જાણો ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે મેચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs England 2nd ODI Time : ટી20 શ્રેણીમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમે વનડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર બીજા મુકાબલા પર છે.
બીજા વનડેના સમયમાં ફેરફાર
બીજી વનડે મેચ ગુરુવારે કાર્ડિફમાં રમાશે, જેમાં જીત મેળવીને ભારત 2-0ની અજેય સરસાઈ મેળવવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ખાસ વાત એ છે કે, આ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ વનડે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે બીજી વનડે મેચ સાંજે 5:30 વાગ્યે રમાશે.
કેપ્ટન શુભમન ગિલની ફિટનેસ પર સસ્પેન્સ
પ્રથમ વનડેમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી રહેલા કેપ્ટન શુભમન ગિલ સ્નાયુઓના ખેંચાણના કારણે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. ગિલની ફિટનેસને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગશે નહીં. અગાઉ ગયા વર્ષે પણ તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ફિટનેસની આવી જ સમસ્યાના કારણે બહાર થઈ ગયો હતો.
રોહિત શર્માના ફોર્મ પર દબાણ
પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સંપૂર્ણ ફિટ છે પરંતુ તેમનું નવું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. કપ્તાની છોડ્યા બાદ તેની બેટિંગ શૈલીમાં મોટો બદલાવ આવ્યો છે અને તે ક્રીઝ પર વધુ સાવચેતીપૂર્વક રમી રહ્યો છે. જોકે, આ નવી રણનીતિથી તેને ખાસ સફળતા મળી નથી અને તે પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેથી તેના પર મોટી ઈનિંગ રમવાનું ભારે દબાણ રહેશે.
બોલરો અને મધ્યમ ક્રમ પર મોટો દારમોદાર
પ્રથમ મેચમાં ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યા બાદ અક્ષર પટેલની અણનમ 57 અને વાશિંગ્ટન સુંદરની અણનમ 52 રનની લડાયક ઈનિંગ્સના કારણે ભારતે 259 રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી. બીજા મુકાબલામાં જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળના બોલિંગ આક્રમણે કાર્ડિફની પીચ પર ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેનોને રોકવા માટે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે.









