India vs South Africa T20 World Cup Warm-up Match : નવી મુંબઈમાં રમાયેલી T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 30 રને શાનદાર વિજય મેળવ્યો છે. આ જીતમાં ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધુ 53 રન ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે બોલિંગમાં અભિષેક શર્માએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી છે.
કિશન, તિલક, હાર્દિકની તોફાની બેટિંગ
ભારતીય બેટરોએ મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી, જેમાં ઈશાન કિશને 20 બોલમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 53 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 18 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન જોડ્યા હતા. તિલક વર્માએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 45 રન તથા કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 30 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે અણનમ રહીને 23 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 35 રન બનાવ્યા, જ્યારે રિંકુ સિંહે 13 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 16 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ પણ આક્રમક રમત રમતા 10 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 30 રન કર્યા હતા અને હર્ષિત રાણા 1 બોલમાં શૂન્ય રને અણનમ રહ્યો હતો.
એનરિક નોર્ટજ ખર્ચાળ બોલર સાબિત થયો
સાઉથ આફ્રિકાના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો માર્કો જેન્સેન, કોર્બિન બોશ, એનરિક નોર્ટજે અને ક્વેના માફાકાએ 1-1 વિકેટ ઝડપી હતી. જોકે, લુંગી એનગિડી, કાગીસો રબાડા, જ્યોર્જ લિન્ડે અને એઈડન માર્કરમને એક પણ સફળતા મળી ન હતી. સૌથી વધુ રન આપવાની બાબતમાં એનરિક નોર્ટજે મોંઘો સાબિત થયો હતો, તેણે તેની 3 ઓવરમાં 57 રન લુંટાવ્યા હતા.
સાઉથ આફ્રિકાનો સ્કોર
સાઉથ આફ્રિકાના બેટરોએ 241 રનના લક્ષ્યનો પીછો કરતા લડત આપી હતી, જેમાં એઈડન માર્કરમે 19 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 38 રન બનાવ્યા હતા. જ્યોર્જ લિન્ડે 4 બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે રયાન રિકલ્ટને 21 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 44 રન ફટકાર્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસ 4 બોલમાં 2 રન અને ડેવિડ મિલર 10 બોલમાં 1 ચોગ્ગા સાથે 13 રન બનાવી આઉટ થયા હતા. જેસન સ્મિથે 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 35 રન તથા ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ રહી 21 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 45 રન કર્યા હતા. માર્કો જેન્સેને 16 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 31 રન જોડ્યા હતા અને કોર્બિન બોશ 2 બોલમાં 2 રન બનાવી અણનમ રહ્યો હતો.
અભિષેક શર્માની 2 વિકેટ
ભારતીય બોલરોમાં અભિષેક શર્માએ 2 વિકેટ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જ્યારે અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી. હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને તિલક વર્માને આ મેચમાં કોઈ વિકેટ મળી ન હતી. ભારત તરફથી શિવમ દુબે સૌથી વધુ ખર્ચાળ બોલર રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.
આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી


