Sports

U19 વર્લ્ડ કપ 2026: ભારત 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું, સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

By GS Team
4 Feb 20262 mins read
TukuTouch Logo
U-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ U-19 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો છે. ટીમે 311 રનના ટાર્ગેટને માત્ર 41.1 ઓવરમાં પાર પાડી દીધો છે. ટીમ ઈન્ડિયાના એરોન જ્યોર્જે 115 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ફાઈનલ મેચ રમાશે જેમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો સામનો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

U19 વર્લ્ડ કપ 2026: ભારત 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું, સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

U19 World Cup: U-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી 10મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ U-19 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો છે. ટીમે 311 રનના ટાર્ગેટને માત્ર 41.1 ઓવરમાં પાર પાડી દીધો છે. ટીમ ઈન્ડિયાના એરોન જ્યોર્જે 115 રનની શાનદાર ઈનિંગ રમી હતી.  6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ફાઈનલ મેચ રમાશે જેમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો સામનો થશે.

સ્કોર કાર્ડ

AFGU19: 310/4(50)

INDU19: 311/3(41.1)

એરોન જ્યોર્જની સદી

ઓપનર એરોન જ્યોર્જે આક્રમક બેટિંગ કરતા 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 104 બોલમાં 115 રન ફટકાર્યા હતા, વૈભવ સૂર્યવંશીએ માત્ર 33 બોલમાં 68 રન બનાવીને રન રેટ વધાર્યો હતો. વૈભવે ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ 59 બોલમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિહાન મલ્હોત્રા (38 રન) અને વેદાંત ત્રિવેદી (5 રન) પર અણનમ રહ્યા હતા.

સતત છઠ્ઠી વખત ફાઈનલમાં, કુલ 10 વખત

U-19 વર્લ્ડ કપની 16 સિઝનમાં ભારતીય ટીમ પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા 10 વખત તેમજ સતત છઠ્ઠી વખત ફાઈનલમાં પહોંચી છે. 

U-19 વર્લ્ડ કપના ઇતિહાસના સૌથી મોટા રન ચેઝ

311 - ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, હરારે, 2026

305 - ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, કોલંબો આરપીએસ, 2006

294 - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, કૂલીજ, 2022

292 - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા, ક્રાઈસ્ટચર્ચ, 2010

279 - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આયર્લેન્ડ, લિંકન, 2018

અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 310 રન જડી દીધા હતા, જેમાં ફૈઝલ શિનોઝાદાએ 110 રન તો ઉઝૈરુલ્લાહ નિયાઝઈએ અણનમ 101 રનની ઇનિંગ રમી હતી. 

બન્ને ટીમની પ્લઇંગ-11

ભારત (IND)

આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આર.એસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ અને દીપેશ દેવેન્દ્રન.

અફઘાનિસ્તાન (AFG)

મહેબૂબ ખાન (કેપ્ટન અને વિકેટકીપર), ઓસ્માન સદાત, ખાલિદ અહમદઝઈ, ફૈઝલ શિનોઝાદા, ઉઝૈરુલ્લાહ નિયાઝઈ, અઝીઝુલ્લાહ મિયાખિલ, અબ્દુલ અઝીઝ, ખાતિર સ્ટેનિકઝાઈ, રૂહુલ્લાહ આરબ, નૂરિસ્તાની ઓમરઝઈ અને વહીદુલ્લાહ ઝાદરાન.