IND vs SL Test: ચાલુ મેચમાં બોલરની હરકતથી યશસ્વી જયસ્વાલ ભડક્યો, કેપ્ટને માંડ-માંડ બંનેને અલગ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yashasvi Jaiswal And Asitha Fernando Heat: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે મોટો વિવાદ સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા બાદ શ્રીલંકન ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો નહોતો. એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા બાદ ફર્નાન્ડોએ જયસ્વાલને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, અને તેની તરફ ઈશારો કરીને આક્રમક રીતે ઉજવણી કરી હતી.
બોલરનું વર્તન પસંદ ના આવતા બોલાચાલી
જયસ્વાલને બોલરનું આ વર્તન પસંદ ન પડતાં બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે, બંને વચ્ચે ધક્કા-મુક્કી અને હેડ-કોન્ટેક્ટ (માથા અથડાવવા) સુધી વાત પહોંચી ગઈ હતી. સ્થિતિ બગડતી જોઈને શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ વચ્ચે પડીને બંને ખેલાડીઓને શાંત પાડ્યા હતા, અને જયસ્વાલને પેવેલિયન તરફ રવાના કર્યો હતો. યશસ્વી આ મેચમાં 45 રન બનાવીને આઉટ થયો હતો.
સારાંશ જૈનનું ટેસ્ટ ડેબ્યૂ
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય પ્લેઇંગ-11 માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈન્ફેક્શનના કારણે કુલદીપ યાદવ બહાર થઈ જતાં તેની જગ્યાએ સારાંશ જૈનને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. સારાંશ જૈને 33 વર્ષ અને 145 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું છે. આ સાથે જ તે ભારત તરફથી સૌથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનારો ખેલાડી બની ગયો છે.
બીજી ટેસ્ટ મેચ માટે બંને ટીમની પ્લેઇંગ-11
ભારત:
યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
શ્રીલંકા:
લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પસિંદુ સોરિયાબંદરા, કામિંદુ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુશા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવાંથા, પ્રભાત જયસૂર્યા, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો.









