Sports

T20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન મેચ પર ફરી સંકટના વાદળ! જાણો વરસાદની આગાહી

By GS Team
14 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત અને પાકિસ્તાન વચ્ચે આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે(15 ફેબ્રુઆરી, 2026)એ T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. મેચને લઈને ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગ મુજબ વરસાદની આગાહી છે, ત્યારે મેચ પર ફરી સંકટના વાદળ છવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન મેચ પર ફરી સંકટના વાદળ! જાણો વરસાદની આગાહી

IND vs PAK T20 WC 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે(15 ફેબ્રુઆરી, 2026)એ T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. મેચને લઈને ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગ મુજબ વરસાદની આગાહી છે, ત્યારે મેચ પર ફરી સંકટના વાદળ છવાયા છે. 

આજે(શનિવાર) પણ વરસાદ પડ્યો

મહામુકાબલા પહેલા શનિવાર સાંજે કોલંબોમાં હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈને આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચને ઢાંકી દેવાઈ છે. એવું લાગી રહ્યું છે કે, મોડી રાત્રી સુધી ભારે વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે, ગઈકાલે પણ હળવો વરસાદ પડ્યો હતો.

ભારત-પાકિસ્તાન મેચ પર ફરી સંકટના વાદળ!

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, રવિવારે કોલંબોમાં 76 ટકા વરસાદની સંભાવના છે. જેમાં સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.

તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં કુલ 8 મેચ રમવામાં આવી છે. જેમાં મેન ઈન બ્લૂ હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયાએ 7 મેચમાં જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાને વર્ષ 2021માં એકમાત્ર જીત મળી હતી. ભારતને આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં વર્ષ 2009માં અત્યારસુધીમાં 15 T20 મેચ રમી છે, જેમાં 11 જીતી અને 4 મેચમાં હાર મળી હતી.

ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં ભારત આગળ

ભારત પોતાની બંને શરૂઆતની મેચ જીતીને ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં આગળ છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ યુએસએ સામે 29 રનથી જીતી હતી, ત્યારબાદ નામિબિયા સામે 93 રનથી વિજય મેળવ્યો હતો. 

બીજી તરફ, ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલા પાકિસ્તાને તેની શરૂઆતની બંને મેચ હારી છે. આ ટીમે નેધરલેન્ડ સામે પહેલી મેચ 3 વિકેટથી જીતી હતી. જ્યારે યુએસએએ તેની પહેલી મેચ 32 રનથી જીતી.  પાકિસ્તાન સાથેની મેચ બાદ ભારતીય ટીમ આગામી 18 ફેબ્રુઆરીના રોજ નેધરલેન્ડ સામે રમશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની ટીમ નામિબિયા સામે રમશે.

આ પણ વાંચો: ધોનીને BCCIએ જ કેપ્ટનશીપ પદેથી હટવા માટે કહ્યું હતું, પૂર્વ સિલેક્ટરનો સનસનીખેજ દાવો

ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ.

પાકિસ્તાનની ટીમઃ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાન, ખ્વાજા નફે, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન, ઉસ્માન તારિક.