Get The App

ધોનીને BCCIએ જ કેપ્ટનશીપ પદેથી હટવા માટે કહ્યું હતું, પૂર્વ સિલેક્ટરનો સનસનીખેજ દાવો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
MS Dhoni

Jatin Paranjpe Claim On MS Dhoni Captaincy : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટરનો જતિન પરાંજપેએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ દિગ્ગજ ખેલાડીએ પોતાની મરજીથી કેપ્ટનશીપ છોડી નથી પરંતુ BCCIએ તેમને આવું કરવા માટે કહ્યું હતું. જતિને જાન્યુઆરી, 2017માં થયેલી અગત્યની વાતચીતને લઈને ખુલાસો કર્યો છે. આ ચર્ચા બાદ ધોનીએ ભારતની સીમિત ઓવરની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. 4 જાન્યુઆરી, 2017માં ઈંગ્લેન્ડ સામે ઘરેલુ સીરિઝ પહેલા ધોનીએ વનડે અને T20 કેપ્ટનશીપ છોડી હતી.

ધોની સફળ કેપ્ટન

ધોની ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમે ત્રણ મોટી ICC ટ્રોફી જીતી અને લગભગ દરેક સ્તરે સફળતા મેળવી હતી. વર્ષ 2014માં ટેસ્ટ ક્રિકેટના સંન્યાસ લીધા પછી તેમણે સંપૂર્ણપણે વનડે અને T20 પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

ધોનીએ વર્ષ 2015 વર્લ્ડ કપ અને 2016 T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ બંને વખત ટીમ સેમીફાઈનલમાંથી બહાર રહી હતી. ઈંગ્લેન્ડમાં થનારી આગામી 50 ઓવર વર્લ્ડ કપની તૈયારી શરૂ થઈ ગઈ હતી, જેને ધોની ઘણીવાર 'પ્રોસેસ'નો ભાગ બતાવતા હતા.

ધોનીએ કેપ્ટનશીપ છોડી તે અંગે પૂર્વ સિલેક્ટરનો સનસનીખેજ દાવો

પૂર્વ સિલેક્ટર જતિન પરાંજપેએ જણાવ્યું કે, 'માહી બેટિંગ કરી રહ્યા હતા. તેઓ એક કલાક સુધી બેટિંગ કરતા રહ્યા અને હું અને MSK એક-બીજાને જોઈ રહ્યા હતા. અમે વિચારી રાખ્યું હતું કે, તેમને સન્માનજનક રીતે કઈ રીતે જણાવીએ. પછી અમે તેમની પાસે ગયા અને કહ્યું કે, માહી અમને લાગે છે કે હવે આગળ વધવાનો સમય છે.' આ દરમિયાન ધોનીએ MSK કહ્યું કે, 'અન્ના... આ એકદમ યોગ્ય નિર્ણય છે. મને કહો મારાથી શું જોઈએ.' જેમાં MSK કહ્યું કે, 'તમારે લખીને આપવું પડશે કે તમે આગળ વધવા માટે તૈયાર છો.'

ધોનીના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયથી વિરાટ કોહલી માટે ટીમની કમાન સંભાળવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. જેમાં કોહલી પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો અને ટીમને નવી ઊંચાઈ સુધી લઈ ગયો હતો. ધોની સિનિયર ખેલાડી હોવાથી ટીમમાં રહ્યો અને બાદમાં કોહલીએ 2019 વર્લ્ડ કપમાં ઈંન્ગલેન્ડમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ: શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કઈ ટીમનું પલડું ભારે? જુઓ આંકડા

પરાંજપેએ કહ્યું કે, 'ધોનીએ કહ્યું કે ઠીક છે, હું કરી દઈશ. રાત્રે અમને એક મેઈલ આવ્યો કે હું કેપ્ટનશીપ છોડવા ઈચ્છું છું. અમારે આ નિર્ણય લેવો પડ્યો અને તેની ટીકા પણ અમારે સાફળવી પડી. પરંતુ આવા કડક નિર્ણય લેવા પડે છે.'