IND vs ENG : ભારતીય બોલર્સ ટૂંકા પડ્યા: ઈંગ્લેન્ડે ઓપનિંગમાં તોડ્યો 36 વર્ષ જૂનો મોટો રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ben Duckett-Jacob Bethell, IND vs ENG 3rd ODI : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં યજમાન ટીમે શાનદાર શરૂઆત કરી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં ત્રણ વિકેટે 387 રન નોંધાવી વિશાળ સ્કોર ઉભો કર્યો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતનો બોલિંગ એટેક તદ્દન બેઅસર સાબિત થયો હતો.
ભારત સામે 36 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત
આ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનર્સ બેન ડકેટ અને જેકબ બેથેલની જોડીએ પ્રથમ વિકેટ માટે શતકીય (100થી વધુ રન) ભાગીદારી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ શાનદાર પ્રદર્શન સાથે જ ઈંગ્લેન્ડે ભારત સામે લોર્ડ્સના મેદાન પર 36 વર્ષ જૂનો મોટો દુષ્કાળ ખતમ કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 36 વર્ષના લાંબા સમય પછી એવું બન્યું છે જ્યારે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડની કોઈ ઓપનિંગ જોડીએ ભારત સામે 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી હોય.
લોર્ડ્સના મેદાન પર 16 વર્ષ બાદ કમાલ
જો લોર્ડ્સ મેદાનના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો, વર્ષ 2010 પછી આ પહેલીવાર બન્યું છે જ્યારે ઈંગ્લેન્ડના ઓપનર્સે 100થી વધુ રન જોડ્યા હોય. અગાઉ સપ્ટેમ્બર 2010માં એન્ડ્રુ સ્ટ્રોસ અને સ્ટીવન ડેવિસની જોડીએ પાકિસ્તાન સામે 113 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ કોઈ પણ ઈંગ્લિશ ઓપનિંગ જોડી આ મેદાન પર આ સિદ્ધિ મેળવી શકી નહોતી.
વન-ડે ક્રિકેટમાં પણ ઓપનિંગનો દુષ્કાળ ખતમ
ઈંગ્લેન્ડ માટે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આ શતકીય ભાગીદારી ઘણા લાંબા સમય પછી આવી છે. છેલ્લે વર્ષ 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ધર્મશાલાના મેદાન પર બાંગ્લાદેશ સામે જોની બેરસ્ટો અને ડેવિડ મલાને પ્રથમ વિકેટ માટે 115 રન જોડ્યા હતા. તે મેચ પછી ઈંગ્લેન્ડની ટીમ વન-ડે ક્રિકેટમાં પહેલીવાર ઓપનિંગમાં 100 રનનો આંકડો વટાવવામાં સફળ રહી છે.









