Sports

ICC ટી20 રેન્કિંગ: ઈશાન કિશનની ટોપ-10માં એન્ટ્રી, અભિષેક-વરુણ નંબર-1, ભારત સર્વશ્રેષ્ઠ ટીમ

By GS Team
18 Feb 20261 min read
TukuTouch Logo
ICC T20 Rankings 2026 : ટી20 વર્લ્ડકપની વચ્ચે ICCએ ટી20 રેન્કિંગ જાહેર કરી છે. હાલમાં જ પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ કરનારા ઈશાન કિશનને મોટું ઈનામ મળ્યું છે. ઈશાન કિશનની ટોપ-10 બેટર્સની યાદીમાં જોરદાર વાપસી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC ટી20 રેન્કિંગ: ઈશાન કિશનની ટોપ-10માં એન્ટ્રી, અભિષેક-વરુણ નંબર-1, ભારત સર્વશ્રેષ્ઠ ટીમ

ICC T20 Rankings 2026 : ટી20 વર્લ્ડકપની વચ્ચે ICCએ ટી20 રેન્કિંગ જાહેર કરી છે. હાલમાં જ પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ કરનારા ઈશાન કિશનને મોટું ઇનામ મળ્યું છે. ઈશાન કિશનની ટોપ-10 બેટર્સની યાદીમાં જોરદાર વાપસી થઈ છે. 


ઈશાન કિશનની રેન્કિંગમાં જબરદસ્ત ઉછાળો, અભિષેક શર્મા નંબર-1 

ICC ટી20 રેન્કિંગમાં ઈશાન કિશને 17 ક્રમની છલાંગ લગાવી છે. આ લિસ્ટમાં ભારતનો જ સ્ટાર બેટર અભિષેક શર્મા પ્રથમ સ્થાન પર છે. જ્યારે ઈશાન કિશન આઠમા ક્રમે પહોંચી ગયો છે.  જો ટી20માં ઈશાન આ રીતે જ વિસ્ફોટક બેટિંગ કરતો રહ્યો તો આગામી રેન્કિંગમાં તે હજુ ઉપર આવી શકે છે. દુનિયાના ટોપ-10 બોલર્સની યાદીમાં ભારતનો સ્ટાર ખેલાડી વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાન પર છે. ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં પાકિસ્તાનના સઇમ અયુબે બાજી મારી છે. 


હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાન પર 

ટી20 રેન્કિંગના બેટર્સની યાદીમાં ભારતનો તિલક વર્મા ચોથા સ્થાન પર છે જ્યારે બોલર્સની લિસ્ટમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બીજા સ્થાન પર છે. ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં ભારતનો હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાન પર યથાવત્ છે. 


ભારત દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ 

જો ટીમની વાત કરીએ તો ICC ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે અને પ્રથમ ક્રમાંકે છે. ઇંગ્લૅન્ડ દ્વિતીય, ઑસ્ટ્રેલિયા તૃતીય, ન્યૂઝીલૅન્ડ ચોથા અને સાઉથ આફ્રિકા પાંચમા ક્રમે છે.