Sports

ICC ODI Rankingમાં ભારતીય ખેલાડીઓનો દબદબો: ટોપ-4 માં ૩ ભારતીય, જાણો રોહિત-કોહલી અને ગિલ કયા ક્રમે?

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
ICC એ જાહેર કરેલી તાજી વનડે બેટર રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો રહ્યો છે. ટોપ-4 બેટરોમાં 3 સ્થાન ભારતીય ખેલાડીઓએ મેળવ્યા છે. શુભમન ગિલ (801 પોઈન્ટ) બીજા, વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા (758 પોઈન્ટ) ચોથા ક્રમે છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ 802 પોઈન્ટ સાથે ટોચ પર છે. ઈંગ્લેન્ડના જો રૂટ 4 સ્થાનની છલાંગ લગાવી 8મા ક્રમે પહોંચ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC ODI Rankingમાં ભારતીય ખેલાડીઓનો દબદબો: ટોપ-4 માં ૩ ભારતીય, જાણો રોહિત-કોહલી અને ગિલ કયા ક્રમે?

આઇસીસી દ્વારા બુધવારે તાજી વનડે બેટર રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોના દબદબાનો ડંકો વાગી રહ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ ચાર બેટરોમાં 3 સ્થાન ભારતીય ખેલાડીઓએ પોતાના નામે રાખ્યા છે. જેમાં ભારતના સુકાની શુભમન ગિલ, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને રન મશીન વિરાટ કોહલીનો સમાવેશ થાય છે.

નંબર-1 બનવાથી માત્ર 1 પોઈન્ટ દૂર શુભમન ગિલ

આઈસીસી વનડે બેટિંગ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ 802 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને બરકરાર છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ નંબર-1 સ્થાન મેળવવાથી માત્ર એક ડગલું દૂર રહી ગયો છે. ગિલ 801 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે મજબૂત સ્થિતિમાં છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ઉત્કૃષ્ટ બેટિંગ કરનારા વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ Top-4 માં સ્થાન ધરાવે છે:

  • વિરાટ કોહલી (નંબર-3): વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં 65 રન અને ત્રીજી વનડેમાં 74 રનની દમદાર ઇનિંગ્સ રમી હતી.
  • રોહિત શર્મા (નંબર-4): રોહિત શર્મા 758 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 138 રનની યાદગાર સદી ફટકારી હતી.

જો રૂટે લગાવી 4 સ્થાનની લાંબી છલાંગ

ભારત સામે તાજેતરમાં રમાયેલી વનડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા ઇંગ્લેન્ડના જો રૂટની રેન્કિંગમાં મોટો ઉછાળો મળ્યો છે.

  • પ્રથમ વનડેમાં અણનમ 99 રન અને બીજી વનડેમાં અણનમ 74 રન બનાવવાનો રૂટને સીધો ફાયદો થયો છે.
  • જો રૂટ 674 પોઈન્ટ સાથે 12મા સ્થાનેથી 4 ક્રમ ઉપર ચડીને સીધા 8મા સ્થાને પહોંચી ગયા છે.

ICC ODI બેટિંગ રેન્કિંગ: Top-10 ની યાદી

ક્રમ
ખેલાડીનું નામ
દેશ
1
ડેરિલ મિચેલ
ન્યુઝીલેન્ડ
2
શુભમન ગિલ
ભારત
3
વિરાટ કોહલી
ભારત
4
રોહિત શર્મા
ભારત
5
ઇબ્રાહિમ ઝાદરાન
અફઘાનિસ્તાન
6
બાબર આઝમ
પાકિસ્તાન
7
હેરી ટેક્ટર
આયર્લેન્ડ
8
જો રૂટ
ઇંગ્લેન્ડ
9
શાઈ હોપ
વેસ્ટ ઈન્ડિઝ
10
ચરિથ અસલંકા
શ્રીલંકા