Sports

'મેં એને સ્પષ્ટ જણાવી દીધું છે...', સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે હેડ કોચ ગંભીરે તોડ્યું મૌન

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
સંજુ સેમસનને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવા અંગે હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, સેમસનને વ્યક્તિગત રીતે કારણો આપી દેવાયા છે, પરંતુ તે સાર્વજનિક કરી શકાય નહીં. ગંભીરે ઉમેર્યું કે, ટીમ હિત અને ખેલાડીનું વર્તમાન ફોર્મ મહત્ત્વના છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમ 4 મેચ હારી છે, જે પરિસ્થિતિઓ સમજવામાં નિષ્ફળતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મેં એને સ્પષ્ટ જણાવી દીધું છે...', સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે હેડ કોચ ગંભીરે તોડ્યું મૌન

Gautam Gambhir on Sanju Samson: સંજુ સેમસનને ભારતીય ટીમ અને પ્લેઇંગ 11માંથી શા માટે બહાર કરવામાં આવ્યા છે? ક્રિકેટ ચાહકોમાં ચર્ચાતા આ મોટા સવાલ વિશે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. એક રીતે જોઈએ તો, ગંભીરે આ સમગ્ર વિવાદ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે.

હાલમાં ટીમ ઇન્ડિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ભારતીય ટીમને પહેલા આયરલેન્ડ અને હવે ઇંગ્લેન્ડની ધરતી પર હારનો સામનો કરવો પડ્યો છે. આ યુકે પ્રવાસમાં રમાયેલી 5 માંથી ટીમ 4 મેચ હારી ચૂકી છે, જ્યારે 1 મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. સતત 3 મેચની નિષ્ફળતા બાદ, FIFA World Cup 2026ની જેમ જ ક્રિકેટ જગતમાં ચર્ચાસ્પદ બનેલા T20 World Cup 2026ના ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ રહેલા સંજુ સેમસનને પણ ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા હતા. જોકે, સેમસનને બહાર કરવા છતાં ટીમના પરિણામમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી.

આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ સેમસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેને પગલે સોશિયલ મીડિયા પર ફેન્સનો આક્રોશ જોવા મળ્યો હતો. સેમસનના ભવિષ્યને લઈને હવે હેડ કોચ ગૌતમ ગંભીરે સ્થિતિ સાફ કરતાં જણાવ્યું છે કે આ બાબતે સેમસનને વ્યક્તિગત રીતે સંપૂર્ણ સ્પષ્ટતા આપી દેવામાં આવી છે, પરંતુ તેઓ આ આંતરિક માહિતી મીડિયા સમક્ષ જાહેર કરવા માંગતા નથી.

સંજુ સેમસનને બહાર કરવા પર ગંભીરે શું કહ્યું?

ગૌતમ ગંભીરે મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સેમસન વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું,

“સૌથી પહેલા તો સંજુ સેમસનને જે સ્પષ્ટતાની જરૂર હતી, તે મારી તરફથી તેમને પર્સનલી આપી દેવામાં આવી છે. આ સંપૂર્ણ રીતે એક ખેલાડી અને હેડ કોચ વચ્ચેની ખાનગી વાતચીત છે. આથી, આ ચર્ચાને અમે પબ્લિક પ્લેટફોર્મ પર શેર કરી શકીએ નહીં. જ્યાં સુધી સફાઇ આપવાની વાત છે, ત્યાં સુધી સંજુ અંગે અમારો એપ્રોચ એકદમ ક્લિયર છે. તેમણે ભારત માટે T20 World Cupમાં જે પ્રદર્શન કર્યું છે તે અદ્ભુત હતું, પરંતુ કેટલીકવાર ટીમ ઇન્ટરેસ્ટ અને કોઈ ચોક્કસ ખેલાડીના વર્તમાન ફોર્મને પણ ધ્યાનમાં રાખવું પડતું હોય છે.”

સેમસન મજબૂત વાપસી કરી શકે છે: ગંભીર

ગંભીરે સેમસનના કમબેક અંગે આશાવાદ વ્યક્ત કરતા આગળ ઉમેર્યું,

“ક્રિકેટમાં એવો કોઈ ગ્રાઉન્ડેડ નિયમ નથી કે તે આ સીરિઝમાં અથવા આગામી સમયમાં વાપસી કરી શકે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યક્તિગત સ્કોર કરતાં પરિણામો વધુ મહત્ત્વ ધરાવે છે. મેનેજમેન્ટને જે કોમ્બિનેશન ટીમની જીત માટે સૌથી શ્રેષ્ઠ લાગે છે, અમે તે જ વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરીએ છીએ. હું હંમેશાથી માનું છું કે કોઈ પણ ખેલાડીને ટીમમાં સ્થાન ગિફ્ટમાં નથી મળતું, દરેક ખેલાડીએ પોતાનું સ્થાન જાતે બનાવવું પડે છે. ભારતની જર્સી પહેરવાનો અધિકાર દરેક ખેલાડીએ પોતાના સાતત્યપૂર્ણ પ્રદર્શનથી મેળવવો પડે છે.”

અમે પરિસ્થિતિઓને સમજી શક્યા નહીં: હેડ કોચની કબૂલાત

હેડ કોચ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં એ વાતનો પણ પ્રામાણિક સ્વીકાર કર્યો કે ટીમ ઇન્ડિયા વિદેશી પીચો પર પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે, અને આ જ કારણે ટીમને સતત પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. તેમણે કહ્યું,

“નિશ્ચિત રીતે અમે વિદેશી કન્ડિશન્સ પ્રમાણે પોતાને યોગ્ય રીતે ઢાળી શક્યા નથી, આ જ કડવું સત્ય છે. ભલે તે આયરલેન્ડનો પ્રવાસ હોય કે ઇંગ્લેન્ડનો, ટાસ્કને યોગ્ય રીતે રીડ ન કરવાને કારણે જ અમારી સામે આવા નકારાત્મક પરિણામો આવ્યા છે. જો અમે પરિસ્થિતિઓ પ્રમાણે સ્માર્ટ ક્રિકેટ રમ્યા હોત, તો અમે આ 4 મેચ ક્યારેય ન હાર્યા હોત.”

અત્રે ઉલ્લેખનીય છે કે, આયરલેન્ડ સામે ભારત 2-0થી સીરિઝ હારી ગયું હતું. હવે ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં પણ ભારત માટે ટ્રોફી જીતવી અશક્ય લાગી રહી છે. ઇંગ્લેન્ડની ટીમ આ સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે, જ્યારે ભારતીય ટીમ વધુમાં વધુ આગામી મેચો જીતીને સીરિઝને બરાબરી પર સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.