Sports

ઈતિહાસ તમને યાદ રાખશે...: મેસીની નિવૃત્તિ પર રોનાલ્ડોએ ભાવુક મેસેજથી જીત્યા ચાહકોના દિલ

By GS Team
8 Oct 20263 mins read
TukuTouch Logo
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 6 ઓક્ટોબરે બેનિન સામે મોન્યુમેન્ટલ સ્ટેડિયમ ખાતે છેલ્લીવાર નેશનલ ટીમની જર્સીમાં ઉતર્યા. તેમણે એક ગોલ અને બે આસિસ્ટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું. નિવૃત્તિ બાદ મેસીએ સોશિયલ મીડિયા પર ફેન્સનો આભાર માન્યો. તેમના કટ્ટર હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ મેસીને ભાવુક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તમે રચેલો ઇતિહાસ હંમેશા યાદ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈતિહાસ તમને યાદ રાખશે...: મેસીની નિવૃત્તિ પર રોનાલ્ડોએ ભાવુક મેસેજથી જીત્યા ચાહકોના દિલ

Ronaldo on Messi : અર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીએ 6 ઓક્ટોબરે પોતાની નેશનલ ટીમની જર્સીમાં છેલ્લી વાર મેદાનમાં ઉતર્યો. પોતાની ફેરવેલ મેચ બાદ મેસીએ સોશિયલ મીડિયા પર દુનિયાભરના ફેન્સનો પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો. હવે તેમની આ પોસ્ટ પર તેમના સૌથી મોટા પ્રતિસ્પર્ધી રહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ ઈમોશનલ ટ્રિબ્યુટ આપ્યું છે. બેનિન સામે મોન્યુમેન્ટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પોતાની આ છેલ્લી ઈન્ટરનેશનલ મેચમાં મેસીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતે તો એક ગોલ ફટકાર્યો જ, સાથે જ સાથી ખેલાડીઓને બે ગોલ કરવામાં મદદ (આસિસ્ટ) પણ કરી હતી.

મેસીએ ઈન્સ્ટાગ્રામ પર લખી વિદાય પોસ્ટ

આ ફેરવેલ મેચથી પરત ફરતા જ મેસીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે અત્યારથી જ અર્જેન્ટીનાની જર્સીની યાદ આવવા લાગી છે. હવે નેશનલ ટીમથી આગળ વધવાનો એકદમ યોગ્ય સમય આવી ગયો છે. આ સાથે જ તેમણે પોતાના પરિવારજનો અને ટીમના સાથીઓનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મેસીએ આ અવસરે અર્જેન્ટીનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાને પણ યાદ કર્યા હતા. તેણે કહ્યું કે મારાડોનાના કારણે જ અર્જેન્ટીના ફૂટબોલની દુનિયામાં એક મહાશક્તિ બની શક્યું હતું.

મેસીના નિવૃત્તિના સમાચાર સાંભળીને વર્તમાન અને પૂર્વ, તમામ ફૂટબોલરોએ તેમને ટ્રિબ્યુટ આપ્યું. પરંતુ તેમાં સૌથી વધુ ધ્યાન રોનાલ્ડોના મેસેજે ખેંચ્યું. મેદાન પર એકબીજાને કાંટાની ટક્કર આપનારા રોનાલ્ડોએ પોતાના રાઈવલ માટે એવો મેસેજ લખ્યો કે વાંચીને દિલ ભરાઈ આવે. પોર્ટુગલના આ સુપરસ્ટારે મેસીની પોસ્ટ પર રિપ્લાય કરતા લખ્યું કે, તમે જે ઈતિહાસ રચ્યો છે, તે હંમેશા યાદ રાખવામાં આવશે. આ સાથે જ તેણે મેસીને વર્ચ્યુઅલી ભેટીને શુભકામનાઓ પણ પાઠવી.

રોનાલ્ડોએ શું લખ્યું?

રોનાલ્ડોએ લખ્યું કે, 'લિયો, આટલાં વર્ષો સુધી પોતાના દેશ માટે રમીને તમે એવો ઈતિહાસ રચી દીધો છે જે હંમેશા કાયમ રહેશે. અર્જેન્ટીના સાથે તમે જે પણ સિદ્ધિઓ મેળવી છે, તેના માટે મારા તરફથી ફુલ રિસ્પેક્ટ છે. ખૂબ પ્રેમ.'

જોકે આ પહેલી વાર નથી જ્યારે રોનાલ્ડોએ મેસીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલ્યો હોય. આ જ વર્ષે ઓગસ્ટમાં જ્યારે મેસીના પિતા જોર્જનું નિધન થયું હતું, ત્યારે પણ રોનાલ્ડોએ આગળ વધીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

રોનાલ્ડો VS મેસીનો ઈતિહાસ

મોડર્ન ડે ફૂટબોલની વાત હોય અને રોનાલ્ડો-મેસીની રાઈવલરીનો ઉલ્લેખ ન થાય, એવું તો બની જ ન શકે. આ બંને વચ્ચેની ટક્કરે જ ફૂટબોલને તેની નવી ઓળખ આપી છે. આ કહાનીની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી, જ્યારે આ બંને દિગ્ગજ બ્રાઝિલના કાકા સાથે બેલોન ડી'ઓર એવોર્ડની રેસમાં સામેલ હતા.

ત્યારબાદ આગામી 10 વર્ષ સુધી ફૂટબોલની દુનિયામાં માત્ર આ બંનેનો જ દબદબો રહ્યો. દરેક ફિફા બેસ્ટ પ્લેયર અને બેલોન ડી'ઓર એવોર્ડ આ બંને વચ્ચે જ વહેંચાતા રહ્યા. આ રાઈવલરીમાં ખરી સ્પર્ધા ત્યારે શરૂ થઈ જ્યારે રોનાલ્ડો રિયાલ મેડ્રિડની જર્સી પહેરીને સ્પેનમાં મેસીની ટીમ બાર્સિલોના સામે મેદાનમાં ઉતર્યા. ક્લબ ફૂટબોલમાં આ બંને ટીમો વચ્ચે રમાતી 'એલ ક્લાસિકો' મેચનો રોમાંચ જ અલગ બની ગયો અને તેને સૌથી મોટી મેચ માનવામાં આવવા લાગી.

ભલે આ બંને વચ્ચે વિશ્વની સૌથી મોટી પ્રતિસ્પર્ધા રહી હોય, પરંતુ મેદાનની અંદર અને બહાર બંનેએ હંમેશાં એકબીજાનું સન્માન કર્યું છે. ઈન્ટરનેશનલ લેવલ પર આ બંને ધુરંધરો બે વાર સામસામે ટકરાયા છે અને બંનેના ખાતે સરખી રીતે એક-એક જીત નોંધાયેલી છે.