અશ્લેષા નક્ષત્રમાં ગુરુ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોને આવતીકાલથી નહીં પડે તકલીફ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Guru Nakshatra Parivartan 2026: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, સૌભાગ્ય, ધર્મ, સમૃદ્ધિ અને ઉચ્ચ શિક્ષણના સૌથી મોટા કારક માનવામાં આવ્યા છે. જ્યારે પણ ગુરુની ચાલ અથવા તેમના નક્ષત્રમાં ફેરફાર થાય છે, તો તેની સીધી અસર તમામ 12 રાશિઓના જીવન પર પડે છે. દ્રિક પંચાગ પ્રમાણે ઓક્ટોબર મહિનો જ્યોતિષીય હલચલની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે, કારણ કે હવે 8 ઓક્ટોબર 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિ પોતાની સ્થિતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યા છે.
આ દિવસે ગુરુ ગ્રહ અશ્લેષા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરશે. ગુરુના આ નક્ષત્ર પદ પરિવર્તનથી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો આવવાના યોગ બની રહ્યા છે અને તેમના અટકેલા કાર્યો ઝડપથી પૂરા થઈ શકે છે. ચાલો જાણીએ કે, ગુરુના આ ગોચરથી કઈ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળવાનો છે અને કોના સારા દિવસો શરૂ થશે.
ગુરુના નક્ષત્ર ગોચરનું મહત્વ
દેવગુરુ બૃહસ્પતિ હાલમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજમાન છે, જેથી તેમની સ્થિતિ ખૂબ મજબૂત માનવામાં આવે છે. જ્યારે ગુરુ અશ્લેષા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરશે, તો તેની અસર સંવાદ, બૌદ્ધિક ક્ષમતા, નાણાં અને કરિયરના ક્ષેત્ર પર વિશેષરૂપે પડશે. આ સમયગાળામાં ઘણા જાતકોને પોતાની મહેનતનું સંપૂર્ણ ફળ મળવા લાગશે અને લાંબા સમયથી ચાલી આવતી અડચણો દૂર થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર જીવનમાં નવા રસ્તાઓ ખોલનારું સાબિત થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે, જેથી તમે કઠિન નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો, તો પાર્ટનર સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે. સારો નફો હાથ લાગશે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર ગોચર કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે આ રાશિમાં ગુરુને ઉચ્ચના માનવામાં આવ્યા છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયો અને સૂચનોને પૂરૂં મહત્વ મળશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન કે નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ છે. શિક્ષણ, મીડિયા અને ફાઈનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સુવર્ણ તક પ્રાપ્ત થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ સમય કરિયર અને વૈવાહિક જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે. અવિવાહિત જાતકોના લગ્નની વાત પાકી થઈ શકે છે અથવા સંબંધના સારા પ્રસ્તાવ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે. સમાજમાં તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.




