Sports

T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

By GS Team
24 Feb 20263 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમદાર બેટર હેરી બ્રૂકની વિસ્ફોટ ઈનિંગના કારણે ઈંગ્લેન્ડનો બે વિકેટે વિજય થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમદાર બેટર હેરી બ્રૂકની વિસ્ફોટ ઈનિંગના કારણે ઈંગ્લેન્ડનો બે વિકેટે વિજય થયો છે. 

પાકિસ્તાની બેટર સાહિબઝાદા ફરહાનની ફિફ્ટી એડે ગઈ

પાકિસ્તાન તરફથી ઓપનર સાહિબઝાદા ફરહાને શાનદાર પ્રદર્શન કરતા 45 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી સૌથી વધુ 63 રન ફટકાર્યા હતા. તેની સામે સાઈમ અયુબ 7 રન અને કેપ્ટન સલમાન આગા 5 રન બનાવીને વહેલા આઉટ થઈ ગયા હતા. બાબર આઝમ અને ફખર ઝમાન બંનેએ 25-25 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે અંતિમ ઓવરોમાં શાદાબ ખાને 11 બોલમાં ઝડપી 23 રન બનાવીને સ્કોરને 160ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. ઇંગ્લેન્ડના બોલરોમાં ઓવરટન, આર્ચર અને ડોસને મહત્વની વિકેટો ઝડપીને પાકિસ્તાની બેટર્સ પર દબાણ જાળવી રાખ્યું હતું.

ઇંગ્લેન્ડ તરફથી લિયામ ડોસની દમદાર બોલિંગ

ઇંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને સૌથી શાનદાર બોલિંગ કરી હતી, જેમાં તેણે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે પણ સારી લાઇન અને લેન્થ જાળવી રાખીને 4 ઓવરમાં 32 રન આપીને 2 મહત્વની વિકેટો મેળવી હતી. જેમી ઓવરટને 3 ઓવરના સ્પેલમાં 26 રન ખર્ચ્યા હતા પરંતુ તે 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આદિલ રશીદે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી. બીજી તરફ, સેમ કરને 3 ઓવરમાં 24 રન આપ્યા હતા અને વિલ જેક્સે 2 ઓવરમાં 27 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરો મેચમાં એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા.


હેરી બ્રુકની સદી

ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનઅપમાં હેરી બ્રુકે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 51 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન ફટકાર્યા હતા. ફિલ સોલ્ટ 1 બોલમાં કોઈ રન કર્યા વિના આઉટ થયો હતો, જ્યારે જોસ બટલરે 3 બોલમાં 2 રન બનાવ્યા હતા. જેકબ બેથેલે 10 બોલમાં 8 રન કર્યા જેમાં 1 ચોગ્ગો સામેલ હતો અને ટોમ બેન્ટને 6 બોલમાં 2 રનનું યોગદાન આપ્યું હતું. સેમ કરને 15 બોલમાં 1 ચોગ્ગા સાથે 16 રન બનાવ્યા હતા, જ્યારે વિલ જેક્સે 28 નોંધાવ્યા છે.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ

પાકિસ્તાની બોલર આફ્રિકીની ચાર વિકેટ

શાહીન શાહ આફ્રિદીએ તેની 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટો ઝડપી છે. બીજી તરફ ઉસ્માન તારિકે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ મેળવી છે. 

સેમિફાઈલનું ગણિત

પાકિસ્તાન માટે ટી20 વર્લ્ડકપના સુપર-8માં સેમિ ફાઈનલની રાહ હવે અત્યંત કઠિન બની ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની મહત્વની મેચમાં પરાજય બાદ પાકિસ્તાની ટીમ હવે ચમત્કાર અને નેટ રન રેટ (NRR)ના ભરોસે આવી ગઈ છે. પ્રથમ મેચ વરસાદમાં ધોવાયા બાદ આ હારથી પાકિસ્તાનના સમીકરણો જટિલ બન્યા છે. 

જો પાકિસ્તાનને સેમિ ફાઈનલમાં પહોંચવું હોય તો ન્યૂઝીલેન્ડની બે મેચમાં હાર થવી જરૂરી છે. જો ન્યુઝીલેન્ડ એક પણ મેચ જીતશે તો તેમના 3 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાની છેલ્લી મેચ જીતવી જ પડશે જેથી બંનેના પોઈન્ટ સરખા થાય અને મામલો રન રેટ પર આવે.

પાકિસ્તાને પોતાની છેલ્લી મેચ શ્રીલંકા સામે રમવાની છે. આ મેચ માત્ર જીતવી પૂરતી નથી, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે તો તેમણે 80 થી 100 રન જેવા મોટા માર્જિનથી જીત મેળવવી પડશે. જો શ્રીલંકા લક્ષ્યાંક આપે તો પાકિસ્તાને તે ટાર્ગેટ 10 થી 12 ઓવરમાં જ પૂર્ણ કરવો પડશે, જેથી તેમનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ કરતા સારો થઈ શકે.

આ પણ વાંચો : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ફરી હુમલો! બોર્ડર પર 5 જગ્યાઓએ ભારે ગોળીબાર