ICC Women T20 World Cup schedule : ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા આ વર્ષે યોજાનારા મહિલા ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-1માં હોવાથી ચાહકોને ફરી એકવાર હાઈ-વોલ્ટેજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો જોવા મળશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂને મુકાબલો
ECB દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 જૂને રમાશે. ગ્રુપ-1માં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-2માં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની ટીમો છે. યજમાન ઈંગ્લેન્ડ 12 જૂને પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ વર્ષે 12 જૂનથી 5 જુલાઈ સુધી મેચ રમાશે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 12 ટીમો ખિતાબ માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે.
ટી20 વર્લ્ડ કપ 2026 માટેનું ગ્રુપ
- ગ્રુપ 1 : ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ
- ગ્રુપ 2 : વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ
ICC મહિલા T20 વર્લ્ડ કપ-2026નું શેડ્યૂલ (ICC Women's T20 World Cup 2026 Full Schedule)



