India

IPL 2027 પહેલા હાર્દિક-અર્શદીપની ટ્રેડ ડીલ કન્ફર્મ, BCCI લગાવશે મહોર

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
IPL 2027 માટે સૌથી મોટી ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાશે, જેના બદલામાં અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં આવશે. રિપોર્ટ મુજબ, બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે કાગળની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને BCCIની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અર્શદીપ સાથે વિષ્ણુ વિનોદ પણ મુંબઈમાં જોડાઈ શકે છે. અત્યાર સુધીમાં કુલ 8 ખેલાડીઓનું ટ્રેડ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2027 પહેલા હાર્દિક-અર્શદીપની ટ્રેડ ડીલ કન્ફર્મ, BCCI લગાવશે મહોર

Hardik Pandya Arshdeep Singh Trade Deal IPL 2027: IPL 2027 માટે સૌથી મોટી ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. હાર્દિક પંડ્યાના બદલામાં અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં આવવાના છે. એવા અહેવાલ છે કે, મુંબઈ અને પંજાબે હાર્દિક-અર્શદીપે ટ્રેડનું મન બનાવી લીધું છે, તેની કાગળની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે, અને હવે બસ BCCI તરફથી કન્ફર્મેશન આવવાનું બાકી છે. અહેવાલો અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ કાગળની કામગીરી પૂરી કરીને BCCIને સોંપી દીધી છે. હજુ એ પૂરી રીતે સ્પષ્ટ નથી કે, હાર્દિકના બદલામાં માત્ર અર્શદીપ જ મુંબઈ ઈન્ડિયન્સને જોઈન કરશે, કારણ કે એવા અહેવાલ છે કે, અર્શદીપની સાથે-સાથે ઓલરાઉન્ડર વિષ્ણુ વિનોદ પણ MI જોઈન કરી શકે છે. આ દરમિયાન એવા પણ અહેવાલો છે કે, ટ્રેડ ડીલ પર હાર્દિક અને અર્શદીપ, બંનેએ પોતાની સંમતિ પણ આપી દીધી છે.

પંજાબમાંથી કોણ થઈ શકે છે રિલીઝ?

હાર્દિક હાલમાં ઈજાગ્રસ્ત છે અને IPL 2026 પછી કોઈ પ્રોફેશનલ ક્રિકેટ રમ્યા નથી. કેટલાય સપ્તાહોથી અફવાઓ સામે આવી રહી હતી કે, ચેન્નાઈ સુપર કિંગ્સથી લઈને કોલકાતા નાઈટ રાઈડર્સ અને ત્યાં સુધી કે દિલ્હી કેપિટલ્સ પણ હાર્દિકને ટ્રેડ કરવામાં રસ દાખવી શકે છે. પરંતુ હવે એ લગભગ કન્ફર્મ થઈ ગયું છે કે, હાર્દિક IPL 2027માં પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળશે. હાર્દિક પંજાબ કિંગ્સને જોઈન કરે છે, તો સૌથી મોટો સવાલ એ હશે કે માર્કસ સ્ટોઈનિસ અને માર્કો જાનસેનનું શું થશે? એક જ ટીમમાં ત્રણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ખેલાડીઓને ફિટ કરવા બિલકુલ સરળ નહીં હોય. એવામાં એ શક્યતાને પણ વેગ મળશે કે, જાનસેન અને સ્ટોઈનિસમાંથી કોઈ એક અથવા બંને ખેલાડીઓને પંજાબ રિલીઝ કરી શકે છે.

2027 માટે 8 ખેલાડીઓની થઈ ટ્રેડ

અત્યાર સુધી આઈપીએલ 2027 માટે કુલ 8 ખેલાડીઓનું ટ્રેડ થયું છે. ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સને જોઈન કરી લીધું છે, અને તેમની જગ્યાએ કુલદીપ યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જતા રહ્યા છે. ઝીશાન અંસારી પણ આગામી સીઝનમાં દિલ્હી માટે રમશે. લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ ચેન્નાઈ સુપર કિંગ્સમાં જતા રહ્યા છે, જ્યારે ખલીલ અહમદ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમશે. નાથન એલિસ અને ટી નટરાજન પણ SRHમાં જતા રહ્યા છે.