Sports

હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક, અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર થવાનો ખતરો!

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજાના કારણે ક્રિકેટ ચાહકોમાં નિરાશા છવાઈ છે. બેંગલુરુમાં BCCI ના CoE ખાતે ટ્રેનિંગ દરમિયાન તેના પગમાં ઈજા થઈ છે. તબીબી ટીમે તેને બોલિંગ અટકાવવાની સલાહ આપી છે. 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝમાં તેની ઉપલબ્ધતા સામે પ્રશ્નાર્થ છે. હાર્દિકે 24 મે પછી કોઈ મેચ રમી નથી, જેથી તેની આંતરરાષ્ટ્રીય વાપસી લંબાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક, અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર થવાનો ખતરો!

Hardik Pandya Injury Update : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુ સ્થિત BCCI ના સેન્ટર ઓફ એક્સિલન્સ (CoE) ખાતે ટ્રેનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાના પગમાંઈજા પહોંચી છે. પૂરી તીવ્રતા સાથે બોલિંગ અને ફિટનેસ પર કામ કરી રહેલા હાર્દિકને આ તકલીફ સામે આવ્યા બાદ તબીબી ટીમ દ્વારા હાલ પૂરતી બોલિંગ અટકાવી દેવાની સલાહ આપવામાં આવી છે.

13 સપ્ટેમ્બરથી શરૂ થતી T20I સિરીઝમાં રમવા સામે સંશય

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી દિલ્હી ખાતે 3 મેચોની T20I સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ માટે આ અઠવાડિયે જ ભારતીય ટીમની પસંદગી થવાની શક્યતા છે. જોકે, નવી ઈજાના કારણે હાર્દિક સિરીઝની શરૂઆત પહેલાં જરૂરી ફિટનેસ લેવલ પ્રાપ્ત કરી શકશે કે કેમ તે અંગે મોટુ સસ્પેન્સ ઊભુ થયુ છે. CoE ની મેડિકલ ટીમ તરફથી સંપૂર્ણ 'ઓલ-ક્લિયર' મળ્યા બાદ જ સેલેક્ટર્સ તેના નામ પર વિચારણા કરશે.

20260831209f.jpg

24 મે પછી એક પણ સ્પર્ધાત્મક મેચ રમ્યો નથી

હાર્દિક પંડ્યાએ 24 મેના રોજ IPL માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પોતાની આખરી મેચ રમી હતી. ત્યારબાદ તે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહ્યો છે. ભારત માટે તેણે આખરી મેચ 8 માર્ચે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમી હતી. આ અગાઉ ક્વાડ્રિસેપ્સમાં ખેંચાણને કારણે તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ તેમજ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. હવે આ નવી ઈજાના કારણે તેની ઇન્ટરનેશનલ ક્રિકેટથી અંતર વધુ ખેંચાઇ શકે છે.

નીતીશ અને સુંદરની રિકવરી સારી, બુમરાહ પર પણ સસ્પેન્સ

અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં ભારતીય ટીમ માટે કેટલાક રાહતના સમાચાર પણ છે. ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર ઝડપથી રિકવર થઈ રહ્યા છે અને તેઓ સિરીઝ માટે ઉપલબ્ધ રહે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં રમશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે. સેલેક્ટર્સ ટૂંક સમયમાં દિલ્હીમાં બેઠક યોજીને ટીમ કોમ્બિનેશન અંગે આખરી નિર્ણય લેશે.

INDIA_VS_NEW_ZEALAND_FINAL_0511.JPG