VIDEO : 1000 રન, 100 વિકેટ, 100 છગ્ગા... ક્રિકેટ ઈતિહાસમાં હાર્દિક પંડ્યાના નામે મોટો રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hardik Pandya T20I Records : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય (T20I) મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ક્રિકેટ જગતમાં એક મોટો અને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાર્દિકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બની ગયો છે, જેના નામે 1000થી વધુ રન, 100થી વધુ વિકેટ અને 100 છગ્ગા નોંધાયેલા છે.
વૈશ્વિક ક્રિકેટમાં અદ્ભુત સિદ્ધિ
- હાર્દિકે આ ઉપરાંત અન્ય પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે T20I ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનારા વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
- આ અગાઉ બાંગ્લાદેશના શાકિબ અલ હસન, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
- આ સિવાય હાર્દિક પંડ્યા T20Iમાં 100 વિકેટ લેનારા ભારતના ત્રીજા બોલર બની ગયા છે. તેના પહેલાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (112 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (101 વિકેટ) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
હાર્દિક પંડ્યાના નામે ટ્રિપલ સિદ્ધિ
ઈજામાંથી સાજા થયા બાદ હાર્દિકની સાઉથ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં શાનદાર વાપસી જોવા મલી છે. તેણે પ્રથમ મેચમાં 59 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં તેમણે ચાર છગ્ગા ફટકારીને T20I ક્રિકેટમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા. હાલમાં, દુનિયાના અન્ય કોઈ ખેલાડીના નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન, 100 વિકેટ અને 100 છગ્ગાની ટ્રિપલ સિદ્ધિ નોંધાયેલી નથી.
💯 and COUNTING 👌
— BCCI (@BCCI) December 14, 2025
Congratulations to Hardik Pandya on completing 1⃣0⃣0⃣ T20I wickets 👏👏
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/i1c0GdYUiy
હાર્દિકની રોહિત-વિરાટની ક્લબમાં એન્ટ્રી
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ થયો છે. આ યાદીમાં માત્ર ચાર ભારતીય બેટ્સમેન છે:
- રોહિત શર્મા : 205 છગ્ગા (સૌથી ઉપર)
- સૂર્યકુમાર યાદવ : 155 છગ્ગા
- વિરાટ કોહલી : 124 છગ્ગા
- હાર્દિક પંડ્યા : 100 છગ્ગા
- કે.એલ.રાહુલ : 99 છગ્ગા
ત્રીજી T20માં ભારતનો વિજય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતની જીત થઈ છે. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, ટીમ ઇન્ડિયાએ 15.5 ઓવરમાં ત્રણ વિકેટે 118 રન બનાવીને જીત મેળવી છે. ભારત માટે યુવા બેટ્સમેન અભિષેક શર્માએ 18 બોલમાં 35 રન અને શુભમન ગિલએ 28 બોલમાં 28 રનની ઈનિંગ રમી હતી.








