ભારતની T20I ટીમમાં સ્થાન ન મળતાં ગુજરાતના સ્ટાર ખેલાડીનું દર્દ છલકાયું! સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Krunal Pandya Afghanistan T20I Squad Exclusion : અફઘાનિસ્તાન સામે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ શ્રેણી માટે ટીમ સિલેક્શન પહેલા ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું અને આશરે 5 વર્ષ બાદ ટીમના દરવાજા ખુલશે તેવી અટકળો સેવાઈ રહી હતી. જોકે, પસંદગીકારોએ ક્રૃણાલ પંડ્યાને નજરઅંદાજ કરીને ટીમમાંથી બાદ રાખ્યા છે. ભારતીય ટીમમાં જગ્યા ન મળ્યા બાદ હાર્દિક પંડ્યાના ભાઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે હાલ ખૂબ વાઇરલ થઈ રહી છે. ક્રૃણાલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "આશા હજુ પણ જીવંત છે" (Hope is still alive).
IPL 2026 માં RCB માટે આપ્યું હતું મહત્ત્વપૂર્ણ યોગદાન
IPL 2026 ની સીઝનમાં ક્રૃણાલ પંડ્યાએ પોતાની જૂની બેટિંગ અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં વાપસીની મજબૂત આશા જગાવી હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આઈપીએલ ખિતાબ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ક્રૃણાલે 9 ઇનિંગ્સમાં 37.66 ની સરેરાશ અને 145.80 ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી અને 73 રનનો શ્રેષ્ઠ સ્કોર સામેલ હતો. આ સિવાય બોલિંગમાં પણ તેણે 30.35 ની સરેરાશથી 14 વિકેટ ઝડપી હતી, જેમાં 2/16 તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય કરિયર પર એક નજર
ક્રૃણાલ પંડ્યાએ ભારત માટે છેલ્લે વર્ષ 2021 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે ભારત તરફથી 5 વન-ડે મેચોની 4 ઇનિંગ્સમાં 65.00 ની એવરેજ અને 101.56 ના સ્ટ્રાઇક રેટથી 130 રન બનાવ્યા છે. જેમાં 58* રનનો શ્રેષ્ઠ સ્કોર અને 2 વિકેટ સામેલ છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 19 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં 10 ઇનિંગ્સમાં 24.80 ની સરેરાશથી 124 રન બનાવ્યા છે અને 36.93 ની એવરેજથી 15 વિકેટ ઝડપી છે.
અફઘાનિસ્તાન શ્રેણી માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ
પસંદગીકારોએ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી માટે કપ્તાનીમાં ટીમની ઘોષણા કરી છે. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજૂ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ, નિતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાનું રમવું ફિટનેસ મંજૂરી પર નિર્ભર રહેશે.




