Sports

VIDEO: 'તમે દરેક મેચમાં પહોંચી જાઓ છો...મેનેજ કઈ રીતે કરો છો?', ફેન સાથેની ગૌતમ ગંભીરની વાતચીત વાઈરલ

By GS Team
21 Feb 20262 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 સુપર-8માં પોતાની જગ્યા બનાવી લીધી છે. 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ થશે. ભારતે અત્યારે સુધી તમામ 4 મેચ જીતી છે. તેવામાં ફેન સાથેની ગૌતમ ગંભીરની વાતચીતનો વીડિયો વાઈરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'તમે દરેક મેચમાં પહોંચી જાઓ છો...મેનેજ કઈ રીતે કરો છો?', ફેન સાથેની ગૌતમ ગંભીરની વાતચીત વાઈરલ

Gautam Gambhir Viral Video: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 સુપર-8માં પોતાની જગ્યા બનાવી લીધી છે. 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ થશે. ભારતે અત્યારે સુધી તમામ 4 મેચ જીતી છે. તેવામાં ફેન સાથેની ગૌતમ ગંભીરની વાતચીતનો વીડિયો વાઈરલ થયો છે.

ગૌતમ ગંભીરનો વીડિયો વાઈરલ 

ગૌતમ ગંભીર અમદાવાદના સ્ટેડિયમમાં ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યા હતા ત્યારે તેમની નજર એક ફોન પર પડે છે. આ ફોનને જોઈને ગૌતમ કહે છે કે, 'અરે તમે દરેક મેચમાં કઈ રીતે પહોંચી જાઓ છો અને મેનેજ કરી રીતે કરો છો. તમે રહો છો ક્યાં?' સામે ફેન્સે જવાબ આપ્યો કે, 'હું દિલ્હીમાં રહુ છું.' આમ, ફેન્સ અને ગંભીરની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ

T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. સાઉથ આફ્રિકા હવે 22 ફેબ્રુઆરીએ બદલો લેવાનો પ્રયાસ કરશે. બંને ટીમો ઉત્તમ ફોર્મમાં છે. ભારત સિવાય સાઉથ આફ્રિકાએ પણ લીગ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. સાઉથ આફ્રિકા ગ્રુપ Dમાં ટોચ પર રહીને સુપર-8માં પહોંચ્યું છે, જ્યારે ભારતે ગ્રુપ Aમાં ટોચ પર રહીને સુપર-8માં પોતાની જગ્યા બનાવી છે.

આ પણ વાંચો: 'અભિષેકને હટાવી દઉં કે તિલકને?' દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમારનું મોટું નિવેદન

દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11: ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.